લોકરક્ષક ભરતીના ડોક્યુમેન્ટ વેરીફિકેશનના કોલ લેટર થયા જાહેર, ફટાફટ ડાઉનલોડ કરો

ગુજરાત પોલીસ લોકરક્ષક કેડર (2025-26)ની 12,733 જગ્યાઓ માટે પ્રથમ તબક્કાની દસ્તાવેજ ચકાસણી તા. 30 સપ્ટેમ્બરથી શરૂ થશે. OJAS વેબસાઇટ પરથી કોલ લેટર ડાઉનલોડ કરો.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 24 Sep 2026 11:10 PM (IST)Updated: Thu, 24 Sep 2026 11:10 PM (IST)
lrd-bharti-2026-gujarat-police-dv-call-letters-released

LRD Bharti 2026: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા લોકરક્ષક કેડર (2025-26) અંતર્ગત બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, જેલ સિપોઈ તેમજ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ-SRPF (ફક્ત પુરુષો માટે)ની ખાલી પડેલી કુલ 12,733 જગ્યાઓ માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયાના પ્રથમ તબક્કા અંતર્ગત લાયક ઠરેલા ઉમેદવારો માટે દસ્તાવેજ ચકાસણી (Document Verification)નો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે.

કઈ તારીખથી અને કયા સ્થળોએ યોજાશે ચકાસણી?

સત્તાવાર પ્રેસનોટ અનુસાર, ઉમેદવારોના દસ્તાવેજ ચકાસણીનું કામ આગામી 30-06-2026 થી 13-10-2026 દરમિયાન રાજ્યના મુખ્ય પાંચ શહેરોમાં હાથ ધરવામાં આવશે. જેમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરેન્દ્રનગર અને ગાંધીનગર ખાતે દસ્તાવેજ ચકાસણી કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે.

કોલ લેટર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા

ઉમેદવારો આ ચકાસણી પ્રક્રિયા માટેના જરૂરી કોલ લેટર (Call Letter) સત્તાવાર વેબસાઇટ OJAS (ojas.gujarat.gov.in) પરથી ડાઉનલોડ કરી શકશે. બોર્ડ દ્વારા કોલ લેટર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવી હોવાથી ઉમેદવારોને સમયસર પોતાનું હોલ ટિકિટ મેળવી લેવા અપીલ કરવામાં આવી છે.

કયા દસ્તાવેજો ચકાસવામાં આવશે?

દસ્તાવેજ ચકાસણી દરમિયાન ઉમેદવારોએ નીચે મુજબના અસલ પ્રમાણપત્રો અને તેની નકલો સાથે રાખવાની રહેશે-

  • ઉમેદવારના સત્તાવાર ઓળખપત્રો
  • શૈક્ષણિક લાયકાતના તમામ પ્રમાણપત્રો અને માર્કશીટ
  • અનામત જાતિના ઉમેદવારો માટે લાગુ પડતા જાતિ અંગેના પ્રમાણપત્રો
  • વધારાના ગુણ (Bonus Marks / Weightage) મેળવ્યા હોય તે અંગેના સત્તાવાર પુરાવા અને પ્રમાણપત્રો

પ્રેફરન્સ ફોર્મ (Preference Form) અંગે ખાસ સૂચના

દસ્તાવેજ ચકાસણીના તબક્કાવાર કાર્ય દરમિયાન ઉમેદવારોએ Preference Form ભરવાનું રહેશે, જેમાં (1) બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, (2) હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, (3) જેલ સિપોઈ અને (4) હથિયારી પોલીસ કોન્સ્ટેબલ-SRPF (ફક્ત પુરુષો માટે)ના વિકલ્પો પોતાની પસંદગીના ક્રમમાં દર્શાવવાના રહેશે. આ ફોર્મમાં ભરેલી સવર્ગ પસંદગીને જ ફાઇનલ ગણીને અંતિમ પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે, તેથી ઉમેદવારોએ ખૂબ જ કાળજીપૂર્વક પસંદગી નોંધાવવી.