Gandhinagar News: વિવિધ પર્ફોર્મિંગ આર્ટિસ્ટ્સ અને સ્ટેજ આર્ટ અભિવ્યક્તિના અસંખ્ય સ્વરૂપોને એકસાથે લાવતા, ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન ગાંધીનગર (IITGN) ‘થિયેટર એન્ડ પરફોર્મિંગ આર્ટ્સ ફેસ્ટિવલ’ (TaPAF)નું આયોજન કરી રહી છે, જે તેના કેમ્પસમાં ફેબ્રુઆરી 2023 દરમિયાન ફેલાયેલી એક મહિનાની બહુ-દિવસીય ઇવેન્ટ છે; જેનો ઉદ્દેશ થિયેટર, નૃત્ય, અને સંગીતના ક્ષેત્રોમાં વિદ્યાર્થી અને વ્યાવસાયિક કલાકારો બંનેની પ્રતિભાને પ્રદર્શિત કરવાનો છે.
સંસ્થાની Art@IITGN પહેલ દ્વારા આયોજિત આ ઉત્સવમાં નાટકો, સંગીત, નૃત્ય પ્રસ્તુતિઓ, અને જીવંત મનોરંજનના અન્ય સ્વરૂપો સહિત વિવિધ પ્રકારના પર્ફોમન્સ રજૂ કરવામાં આવ્યા છે. પર્ફોમન્સીસ ઉપરાંત, ઉત્સવમાં ઉભરતા કલાકારો અને થિયેટર રસીકો માટે વર્કશોપ, કલાકારની સાથે વાતચીત, અને અન્ય શૈક્ષણિક તકોનો પણ સમાવેશ થાય છે. આ પ્રવૃત્તિઓ વ્યાવસાયિક કલાકારો દ્વારા હાથ ધરવામાં આવે છે અને અભિનય, ગાયન, નૃત્ય, અને સ્ટેજક્રાફ્ટ જેવા વિવિધ વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.
ભારત અને વિદેશના વિવિધ સામાજિક-સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિના 30 થી વધુ કલાકારો IITGN ખાતે ઉત્સવ દરમિયાન તેમના પેર્ફોર્મન્સીસ રજૂ કરી રહ્યા છે અને વર્કશોપ/પરસ્પર સંવાદોનું સંચાલન કરી રહ્યા છે. આમાં એમ્સ્ટરડેમ; યુએસએ; હોલીવુડ; મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (MIT); ક્રાન્તિ એનજીઓના યુવા મહિલા કલાકારો, જેઓ માનવ તસ્કરીમાંથી બચી છે અને મુંબઈના રેડ-લાઇટ વિસ્તારોમાં કામ કરતી સેક્સ વર્કરોની દિકરીઓ છે; પુણે; અમદાવાદ; બુધન થિયેટર, ભારતની વિચરતી અને બિનસૂચિત જાતિઓના બંધારણીય અધિકારો માટે કામ કરતું એક સમુદાય થિયેટર જૂથ; અને IITGNના કલાકારોનો સમાવેશ થાય છે.
આ ઇવેન્ટ જનરલ પબ્લીક માટે પણ ખુલ્લી છે અને સમુદાય માટે કલાકારો સાથે જોડાવાની તક પૂરી પાડે છે. ફેસ્ટિવલનું શેડ્યુલ નીચેની વેબ લિંક પર જોઈ શકાય છે: https://art.iitgn.ac.in/tpafestival.html
ફેસ્ટિવલ પાછળના વિચારને શેર કરતા, પ્રોફેસર જેસન મંજલી, હયુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સીસ ડિસિપ્લિન અને Art@IITGN પહેલના વડા, જેઓ ફેસ્ટિવલને પણ લીડ કરી રહ્યા છે, તેમણે કહ્યું, “IIT ગાંધીનગર થિયેટર અને પર્ફોર્મિંગ આર્ટ ફેસ્ટિવલનું લક્ષ્ય કલાકારોને તેમની પ્રતિભા પ્રદર્શિત કરવા એક પ્લેટફોર્મ પૂરું પાડવાનું અને પ્રેક્ષકોને વિવિધ પર્ફોમન્સીસ અને શૈલીઓની વૈવિદ્યતા સાથે પરિચિત કરાવવાનું છે. આ ફેસ્ટિવલ વિશ્વભરની સાંસ્કૃતિક વિવિધતા પણ દર્શાવે છે. અમે ઇચ્છીએ છીએ કે કળા આપણાં સામાજિક માળખામાં વણાયેલી હોય.”
IITGN TaPAF ખાતે તેમના ફ્લેગશિપ શો ‘લાલ બત્તી એક્સપ્રેસ’ (રેડ-લાઇટ એક્સપ્રેસ)નું મંચન કરનાર ક્રાંતિ થિયેટર ગ્રૂપ, મુંબઈની યુવા મહિલા કલાકારોએ તેમના વિચારો શેર કરતાં કહ્યું, “આ ઇન્ટરેક્ટિવ થિયેટ્રિકલ શો દ્વારા અમે પ્રેક્ષકોને અમારા જીવન સફર પર લઈ જઈએ છીએ - મુંબઈના વેશ્યાલયોમાં ઉછરવું; સમાજની હિંસા, દુરુપયોગ, અને ભેદભાવ સામેની અમારી લડાઈઓ; સાથે જ અમારા પોતાના માટે, અમારા સમુદાય, અને વિશ્વ માટે અમારી આશાઓ અને સપનાઓ. અન્ય યુવાનોની જેમ જ, અમારે પણ મોટા પ્લાન્સ છે, ઉન્મત્ત સપનાઓ છે, અને વિશ્વને બદલવાનો સંકલ્પ છે.
એકસાથે, અમે ક્રાંતિ છીએ; અને સામાજિક પરિવર્તન અને ખુશીના સંદેશવાહક બનવા માંગીએ છીએ! અમને અહીં પેરફોર્મ કરવા માટે આમંત્રણ આપવા બદલ અમે IIT ગાંધીનગરના આભારી છીએ.” આમાંની ઘણી યુવતીઓ ભારતમાં તેમજ વિદેશમાં સામાજિક વિજ્ઞાન, બાળ અધિકાર, કળા, યોગ પ્રશિક્ષણ, ઝુમ્બા તાલીમ, નૃત્ય/પ્રવૃત્તિ/કલા-આધારિત થેરાપી, એનિમલ વેલ્ફેર સહિત વિવિધ વિષયોમાં તેમનો ઉચ્ચ અભ્યાસ કરી રહી છે અને કારકિર્દી બનાવી રહી છે.
IITGN TaPAFમાં પરફોર્મ અને વાર્તાલાપ કરવાનો અનુભવ શેર કરતા, એમ્સ્ટરડેમ સ્થિત પોલિશ થિયેટર મેકર અને કલાકાર મારિયા મેગડાલેના કોઝલોસ્કાએ જણાવ્યું કે, “IIT ગાંધીનગર કલા અને વિજ્ઞાન વચ્ચે અનોખા સંયોગ માટે જગ્યા ધરાવે છે. તે નવા અને અણધાર્યા પરિપ્રેક્ષ્યના વચન સાથે સ્પંદન કરતું જણાય છે. હું માત્ર એવી આશા રાખી શકું છું કે, કઈંક અંશે અમે આ ખૂબ જ ખાસ વાતચીતમાં યોગદાન આપ્યું છે.”
“IIT ગાંધીનગરમાં આ ફેસ્ટિવલ મારા માટે લાંબા સમયથી મારા મગજમાં રહેલા પરફોર્મન્સ વર્કને મુક્તપણે વિકસાવવામાં સક્ષમ થવા માટે એક મહાન સ્થળ અને સમય તરીકે સાબિત થયો છે. મારું કાર્ય સહયોગી હોવાથી, કેમ્પસમાં વિદ્યાર્થીઓ સાથેના સંબંધમાં અને વાતચીતમાં તેને વિકસાવવાનું મને ખૂબ જ લાભદાયી લાગ્યું. વિદ્યાર્થીઓ વિવિધ પૃષ્ઠભૂમિમાંથી આવતા હોવાથી, તેઓ સમજી શકે તે રીતે કાર્યને રજૂ કરવું રસપ્રદ હતું. મેં અનુભવ્યું કે સંપૂર્ણ કલાત્મક વાતાવરણથી દૂર રહેવાથી મને સામાન્ય લોકો માટે કાર્યને વ્યાપક બનાવવામાં મદદ મળી. મારા માટે આ એક ખૂબ જ નવા પ્રકારનો રેસીડન્સીનો અનુભવ હતો જે ખૂબ જ ફળદાયી રહ્યો છે.”, એમ્સ્ટરડેમ સ્થિત સ્વીડિશ પર્ફોર્મન્સ આર્ટિસ્ટ ટોમ ઓલિવર જેકોબસને જણાવ્યું છે.
આ કાર્યક્રમમાં ‘એક્સપ્લોર કથક’ - ગુરુ શમતાઈ ભાટે અને નાદ્રુપ, પૂણેથી તેમની મંડળી દ્વારા વ્યાખ્યાન અને પ્રદર્શન; 'અંદાઝ - ઇવનિંગ ઓફ રાગાસ', એક ભારતીય શાસ્ત્રીય સંગીત કોન્સર્ટ જેમાં શ્રીમતી વિરાજ અમર ભટ્ટ (સ્વર), આકાશ જોષી (હાર્મોનિયમ) અને જાજ્વલ્ય શુક્લા (તબલા), શ્રી સોહન નીલકંઠ (સરોદ) અને પ્રોફેસર શ્રીનિવાસ રેડ્ડી (સિતાર) સાથે રાજીવ ભટ્ટ (તબલા) દ્વારા શાસ્ત્રીય હિન્દુસ્તાની સંગીત પેરફોર્મન્સ; કલાકાર ચેતના મેહરોત્રા દ્વારા એક ઇન્ટરેક્ટિવ પેરફોર્મન્સ; TENT: એ નોમેડિક સ્કૂલ ઓફ પરફોર્મેટિવ પ્રેક્ટિસ દ્વારા આર્ટિસ્ટ રેસીડેન્સી અને ક્યુરેટર્સ મીટ; ‘ઓપેરા ફોર ધ પીપલ’ પર એક વર્કશોપ; હોલીવુડ અભિનેતા બ્રાયન બ્રોફી દ્વારા ‘સ્ટોરીટેલીંગ ફોર સાયન્ટીસ્ટ્સ’ કોર્સના IITGN વિદ્યાર્થીઓ દ્વારા પ્રદર્શન, ‘બ્રહ્માંડનું ફેબ્રિક: અર્થની શોધમાં યુવા વૈજ્ઞાનિકોની વાર્તાઓ’; વગેરે પણ રજૂ કરવામાં આવ્યા હતા.
ફેસ્ટિવલની આગામી હાઈલાઈટ્સમાં બ્લિથક્રોન, જે IITGNના વિદ્યાર્થીઓની આગેવાની હેઠળનો બે દિવસીય કલ્ચરલ ફેસ્ટિવલ છે; હરવંશ દાંડેલિયા દ્વારા ‘ધ આર્ટ ઓફ સેલ્ફ-લર્નિંગ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ - કીબોર્ડ અને ગિટાર’ પર વર્કશોપ; ‘સ્ટ્રોક ઑફ ઇનસાઇટ’, વેટરન નૃત્યાંગના અને માર્શલ આર્ટિસ્ટ જયા અય્યરનું પેરફોર્મન્સ; ચેતન જેઠવા દ્વારા ‘ફોક ડાન્સ વર્કશોપ’; બુધન થિયેટર દ્વારા સ્ટ્રીટ પ્લે ‘સેકન્ડ ક્લાસ સિટીઝન?’; IITGNના કલાકાર રાહુલ બિશ્નોય દ્વારા નાટક ‘એવરી બ્રિલિયન્ટ થિંગ’; ગુજરાત આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, અમદાવાદના નાટક વિભાગના કલાકારો દ્વારા ‘લાલ પેન્સિલ’; અને ‘AI અને ફ્યુચર ઓફ આર્ટ’ વિષય પર પ્રોફેસર જેસન મંજલી, IITGN સાથે વાતચીતનો સમાવેશ થાય છે.
