Vikram Thakor News: વિક્રમ ઠાકોરના નારાજગી પર હિતુ કનોડિયાએ નિવેદન આપતા જણાવ્યું કે, પહેલું આમંત્રણ વિક્રમ ઠાકોરને આપવામાં આવ્યું હતું. પરંતુ વિક્રમ ઠાકોરે આવવા માટે હજી સહમતી આપી નથી. અમુક કલાકારો શૂટિંગમાં વ્યસ્ત હોવાથી નથી આવી શક્યા. આ સિવાય ઘણા કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આવતીકાલે પણ અમુક કલાકારો આવવાના છે તેમાં આવે તેવી શક્યતાઓ છે.
ફિલ્મી કલાકારોને નિમંત્રણ આપ્યું
ગુજરાત વિધાનસભામાં આગામી 27 મીએ ગુજરાતી ઇન્ડસ્ટ્રીના કલાકારોને આમંત્રણ આપવામાં આવશે. આશરે 300 જેટલા કલાકારો, એક્ટર-એક્ટ્રેસ, સંગીતકારો અને વાદકો વિધાનસભાની મુલાકાત લેશે. દરેક જિલ્લામાંથી ફિલ્મ અને સાંસ્કૃતિક ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોને આમંત્રિત કરાયા છે.
વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી હતી
અગાઉ વિધાનસભામાં લોક સાહિત્યકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને તેમને વિધાનસભાની કામગીરી દર્શાવવામાં આવી હતી. પરંતુ તે સમયે વિવાદ સર્જાયો હતો, કારણ કે લોકગાયક વિક્રમ ઠાકોરે ભાજપ પર પક્ષપાતનો આરોપ લગાવ્યો હતો.
