Gujarat Voter List 2027: ભારતના ચૂંટણી પંચ (ECI) દ્વારા લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1950ની કલમ 21 હેઠળ 01 જાન્યુઆરી, 2027ની લાયકાતની તારીખના આધારે મતદાર યાદીની 'ખાસ સંક્ષિપ્ત સુધારણા' (Special Summary Revision - SSR) હાથ ધરવાનો મહત્વપૂર્ણ અને સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો છે.
આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય લોકશાહી પ્રક્રિયાને વધુ મજબૂત બનાવવાનો તથા 01 જાન્યુઆરી, 2027ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર લાયક નાગરિકોના નામ મતદાર યાદીમાં ઉમેરવાનો છે.
કાર્યક્રમનો વ્યાપ (17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો)
આ સુધારણા ઝુંબેશ દેશના કુલ 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એકસાથે હાથ ધરવામાં આવશે, જેમાં ગુજરાત, અસમ, બિહાર, છત્તીસગઢ, ગોવા, કેરળ, મધ્યપ્રદેશ, મણિપુર, પંજાબ, રાજસ્થાન, તામિલનાડુ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળ છે. જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંદામાન અને નિકોબાર, લક્ષદ્વીપ અને પુડુચેરી.
નોંધ: જે રાજ્યો કે કેન્દ્રશાસિત પ્રદેશોમાં હાલ SIR (Special Improvement/Revision) પ્રક્રિયા પૂર્ણતાના આરે છે તેમજ હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ જેવા વિસ્તારોમાં આગામી વિષમ હવામાનની પરિસ્થિતિને ધ્યાને રાખીને અલગથી શિડ્યુલ જાહેર કરાશે.
એડવાન્સ અરજીઓની સુવિધા
ચૂંટણી પંચે નાગરિકોની સગવડ માટે ખાસ જોગવાઈ કરી છે, જેના અંતર્ગત 01 જાન્યુઆરી, 2027 ઉપરાંત વર્ષ 2027ની પછીની 3 ક્વોલિફાઇંગ તારીખો માટે પણ અત્યારથી જ એડવાન્સ અરજીઓ સ્વીકારવામાં આવશે.
- 01 એપ્રિલ, 2027
- 01 જુલાઈ, 2027
- 01 ઓક્ટોબર, 2027
આ સમયગાળા દરમિયાન 18 વર્ષ પૂર્ણ કરનારા યુવાનો પણ સમયસર પોતાની એડવાન્સ અરજીઓ જમા કરાવી શકશે.
સુધારણા કાર્યક્રમનું સત્તાવાર શિડ્યુલ (SSR Schedule)
| ક્રમ | પ્રક્રિયા / તબક્કો | આખરી તારીખ / સમયગાળો |
| 1 | મતદાન મથકોનું પુનર્ગઠન અને રૅશનલાઇઝેશન (Rationalization) | 02 નવેમ્બર, 2026 સુધી |
| 2 | એકીકૃત મુસદ્દા મતદાર યાદીની પ્રસિદ્ધિ (Draft Publication) | 12 નવેમ્બર, 2026 |
| 3 | વાંધા અને દાવાઓ (Claims & Objections) રજૂ કરવાનો સમયગાળો | 12 નવેમ્બર થી 11 ડિસેમ્બર, 2026 |
| 4 | વાંધા-દાવાઓનો નિકાલ કરવાની આખરી તારીખ | 28 ડિસેમ્બર, 2026 સુધી |
| 5 | આખરી મતદાર યાદીની પ્રસિદ્ધિ (Final Publication) | 04 જાન્યુઆરી, 2027 |
નાગરિકો અને યુવાનો માટે અપીલ
મુખ્ય નિર્વાચન અધિકારી (CEO)ની કચેરી, ગુજરાત દ્વારા રાજ્યના તમામ લાયક નાગરિકો, ખાસ કરીને પ્રથમ વખત મતદાર બનતા યુવાનો (First-time Voters)ને અપીલ કરવામાં આવી છે કે તેઓ-
- પોતાના નામની ચકાસણી કરે.
- નવું નામ ઉમેરવા, સરનામું કે અન્ય વિગતોમાં સુધારો કરાવવા માટે નિયત સમયગાળામાં અરજી કરે.
- ચૂંટણી પંચના ઓનલાઈન પોર્ટલ (NVSP / Voter Helpline App) અથવા સ્થાનિક BLO (Booth Level Officer)નો સંપર્ક કરી આ ઝુંબેશનો લાભ લે.
- સ્થળ: ગાંધીનગર
- સંપર્ક: મીડિયા સેલ, સામાન્ય વહીવટ વિભાગ (ચૂંટણી પ્રભાગ), સરદાર ભવન, ગાંધીનગર.
