Gujarat Police Monitoring Officer: ગુજરાત પોલીસ વિભાગની સુચારુ કામગીરીને લઈને રાજ્ય ગૃહ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. હવે, રાજ્યના તમામ જિલ્લા પોલીસ અધિક્ષકોની કામગીરીનું મોનીટરીંગ કરવા માટે DIG, IG અને એડિશનલ IG રેન્ક ધરાવતા વરિષ્ઠ IPS અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે.
જિલ્લા પોલીસ તંત્ર પર ગૃહ વિભાગની સીધી નજર
ગુજરાત રાજ્યના ગૃહ વિભાગે પોલીસ તંત્રમાં DIG, IG અને એડિશનલ IG રેન્ક ધરાવતા IPS અધિકારીઓને 35 જિલ્લા પોલીસ અધિક્ષક (DSP) તંત્રનું મોનીટરીંગ કરવા નિયુક્ત કર્યા છે. આ સિનિયર IPS અધિકારીએ મહિનામાં બે વાર જે તે પોલીસ સ્ટેશનની રૂબરૂ મુલાકાત લઈ, જાત નિરીક્ષણ કરવું પડશે.
આપને જણાવી દઈએ કે, રાજ્યના પોલીસ સ્ટેશનોમાં પહેલાથી જ રેન્જના IG અને DSP તેમજ સબ ડિવિઝન DySP નું નિરીક્ષણ કરવામાં આવે છે. ઉપરાંત સેક્રેટરી રેન્કના IAS અધિકારી જિલ્લાના પ્રભારી તરીકે ગ્રાઉન્ડ ઝીરો પરથી તંત્ર-જન પ્રતિનિધિ અને નાગરિકોના પ્રશ્નો-ફરિયાદોનું સંકલન કરીને તેને ઉકેલવાનું કામ કરે છે.
35 સિનિયર IPS અધિકારીઓની નિમણૂંક
ગૃહ વિભાગના અગ્રસચિવના આદેશથી 35 સિનિયર IPS અધિકારીઓને જિલ્લાઓની ફાળવણી કરવામાં આવી છે. જેમાં 26 DIG અને IG તથા 3 એડિશનલ IG નો સમાવેશ થાય છે. આ અધિકારીઓ દ્વારા પોતાની કામગીરી, નિરીક્ષણ અને સમીક્ષા સહિત જિલ્લાની સ્થિતિ અંગેનો રિપોર્ટ સીધો ગૃહ વિભાગ અને DGP ને સોંપવામાં આવશે.
આ પણ વાંચો: દેશની પ્રથમ સહકારી કેબ સેવા 'ભારત ટેક્સી'નો પ્રારંભ, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ પાઠવ્યા અભિનંદન
પ્રભારી IPS અધિકારીઓની કામગીરી શું?
આ તમામ પ્રભારી IPS અધિકારીઓને આદેશ કરવામાં આવ્યો છે કે, તેમણે દર મહિનાના પહેલા સપ્તાહે સોંપાયેલા જિલ્લામાં ટૂર પ્રોગ્રામ બનાવો. બીજા અને ત્રીજા સપ્તાહે નક્કી કરેલા ટૂર પ્રોગ્રામ પૂર્ણ કરીને ચોથા સપ્તાહે તેમણે શું કામગીરી કરીને તેનો રિપોર્ટ ગૃહ વિભાગ અને DGP ઓફિસને કરવામાં આવે.
પ્રભારીને કચેરીઓમાં રૂબરૂ જ જવાનું
પ્રભારી સચિવ જેવી આ નવી વ્યવસ્થામાં જે સિનિયર IPS અધિકારીને જિલ્લો સોંપવામાં આવ્યો છે, તેમણે સંબંધિત જિલ્લામાં DSP, સબ ડિવિઝન પોલીસ ઓફિસર- Dy.SP અને પોલીસ સ્ટેશન- PI કક્ષાની કચેરીઓમાં રૂબરૂ જ જવાનું રહેશે. એકના એક કચેરીમાં વારંવાર મુલાકાત લેવાની નથી.
