Gujarat Police Recruitment: ગુજરાત પોલીસમાં જોડાવા માંગતા અને સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે ખૂબ જ મહત્વના સમાચાર આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડરની 3 હજારથી વધારે જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવાની તૈયારીઓ ચાલી રહી છે. ધો. 12 પાસ ઉમેદવારો માટે આ એક મોટી તક સાબિત થશે.
કઈ કઈ કેડરમાં થશે ભરતી
વિગત પ્રમાણે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કુલ 3 હજાર ભરતી કરવાની તૈયારી ચાલી રહી છે .જેમાં UPC, APC અને SRPF કેડરમાં જગ્યાઓ ભરાશે. UPCમાં 1 હજાર, SRPFમાં 1 હજાર, APCમાં 1 હજાર જેટલી જગ્યાઓ પર ભરતી ભરવાની છે.
પોલીસ ભરતીની જાહેરાત ક્યારે થશે?
પોલીસ ભરતીની સત્તાવાર જાહેરાત સપ્ટેમ્બર-ઓક્ટોબર 2026માં બહાર પડી શકે છે. પોલીસ ભરતીની જાહેરાત બાદ ડિસેમ્બર 2026થી જાન્યુઆરી 2027 દરમિયાન ઉમેદવારોની શારીરિક કસોટીનું આયોજન થાય તેવી પ્રબળ શક્યતા છે. આથી પોલીસની તૈયારી કરતા ઉમેદવારોએ પોતાની તૈયારીઓ પ્રારંભ કરી દેવી જોઈએ.
લેખિત પરીક્ષા ક્યારે યોજાશે
3 હજાર જેટલી ભરતી અંગેની શારીરિક કસોટી બાદ માર્ચ-એપ્રિલ 2027 દરમિયાન લેખિત પરીક્ષા યોજાય તેવી શક્યતા છે. ત્યારે ભરતીની રાહ જોતાં હજારો ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. અંતિમ જાહેરાત બાદ તમામ વિગતોની ઉમેદવારોએ ખાતરી કરી લેવી.
