ગુજરાત પોલીસનું રાષ્ટ્રીય સ્તરે ગૌરવ! 6 અધિકારીઓની 'કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદક 2026' માટે પસંદગી

રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા 'કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદક 2026' ની જાહેરાત કરાઈ, જેમાં ઉત્કૃષ્ટ તપાસ કામગીરી બદલ ગુજરાત પોલીસના 6 જાંબાઝ અધિકારીઓની પસંદગી થઈ છે. જુઓ સંપૂર્ણ યાદી.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 31 Oct 2026 02:32 PM (IST)Updated: Sat, 31 Oct 2026 02:32 PM (IST)
gujarat-police-officers-kendriya-grihmantri-dakshata-padak-2026-awardees-list

Kendriya Grihmantri Dakshata Padak 2026: રાષ્ટ્રીય એકતા દિવસના અવસરે ગુજરાત પોલીસ વિભાગ માટે ગૌરવપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા વર્ષ 2026ના પ્રતિષ્ઠિત કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદકની જાહેરાત કરી છે.જેમાં ગુજરાત પોલીસના 6 જાંબાઝ અને નિષ્ઠાવાન પોલીસ અધિકારીઓએ સ્થાન મેળવ્યું છે. ઈન્વેસ્ટિગેશન ક્ષેત્રે વિશિષ્ઠ સેવા પ્રદાન કરવા બદલ આ અધિકારીઓની પસંદગી કરવામાં આવી છે. આ જાહેરાત થતાં જ ગુજરાત પોલીસ દળમાં આનંદનો માહોલ છવાઈ ગયો છે.

6 પોલીસ અધિકારીઓની પસંદગી કરાઈ

અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે ઉજવાતા રાષ્ટ્રીય એકતા દિવસના અવસર પર આ પ્રતિષ્ઠિત મેડલ માટે પસંદ કરાયેલા 490 પોલીસ કર્મચારીઓમાં ગુજરાતના 6 અધિકારીઓના નામની જાહેરાત કરાઈ છે. સુરક્ષા અને કાયદાના અમલીકરણ માટે વિશિષ્ઠ સેવાઓ આપનારા કર્મચારીઓને તેમની વિશિષ્ટ ક્ષમતાઓને પ્રોત્સાહિત કરવા માટે આ મેડલ આપવામાં આવે છે. આ એવોર્ડની શરુઆથ 1 ફેબ્રુઆરી 2024ના રોજ કરવામાં આવી હતી. તપાસ, ગુપ્તચર માહિતી અને અન્ય વિશેષ કામગીરીમાં શ્રેષ્ઠતા દાખવનાર કર્મચારીઓને પ્રતિવર્ષ એનાયત કરવામાં આવે છે.

  • અંશુલ જૈન- પોલીસ અધિક્ષક, સી.આઈ.ડી., આઈ.બી., ભુજ રીજીયનની કચેરી
  • સિમરન ભારદ્વાજ- મદદનીશ પોલીસ અધિક્ષક, પોલીસ અધિક્ષકની કચેરી રાજકોટ ગ્રામ્ય.
  • રણજીતસિંહ સિંઘાલ- નાયબ પોલીસ અધિક્ષક, પોલીસ અધિક્ષકની કચેરી ભાવનગર.
  • જયેશ પ્રતાપજી ઠાકોર- PI, પોલીસ કમિશનરની કચેરી, અમદાવાદ શહેર.
  • પાર્થેન્દ્રસિંહ વિજયસિંહ વાઘેલા- PI, પોલીસ કમિશનરની કચેરી, અમદાવાદ શહેર.
  • ગુણવંતભાઈ મનુભાઈ હડીયા- PI, પોલીસ કમિશનરની કચેરી, અમદાવાદ શહેર.

DGP જ્ઞાનેન્દ્રસિંહ મલિકે પાઠવ્યા અભિનંદન

આ રાષ્ટ્રીય સ્તરની સિદ્ધિ બદલ ગુજરાતના પોલીસ મહાનિર્દેશક (DGP) જ્ઞાનેન્દ્રસિંહ મલિકે તમામ વિજેતા અધિકારીઓને દિલથી અભિનંદન પાઠવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે,

આ માન્યતા સમગ્ર રાજ્ય માટે ગૌરવની ક્ષણ છે. આ અધિકારીઓની અડગ કર્તવ્યનિષ્ઠા અને ઝીણવટભર્યું તપાસ કાર્ય રાજ્યના અન્ય પોલીસ કર્મચારીઓને પણ ઉત્કૃષ્ટ કામગીરી કરવા માટે નવી પ્રેરણાદાયી બનશે.