Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સુરક્ષા વ્યવસ્થામાં ફરજ બજાવનારા પીએસઆઈ તન્વીરસિંહ ઝાલાએ રિવોલ્વરથી પોતાના લમણે ગોળી ચલાવી દઈને પોતાના જીવનો અંત આણી દેતાં પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.
પીએસઆઈએ આપઘાત કર્યો
મળતી માહિતી મુજબ, મૃતક પીએસઆઈ તન્વીરસિંહ ઝાલા લાંબા સમયથી પીએસઆઈના પદ પર તૈનાત રહીને ફરજ બજાવી રહ્યા હતા. તેમણે સેક્ટર 27 સ્થિત પોતાના સરકારી આવાસ ખાતે અચાનક જ સર્વિસ રિવોલ્વરથી લમણે ગોળી ચલાવી. ગોળીનો અવાજ સાંભળતાં આસપાસના પોલીસ કર્મીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં પીએસઆઈએ પોતાનો જીવ ગુમાવી દીધો હતો.
મૃતદેહને પીએમ માટે ખસેડ્યો
પીએસઆઈના આપઘાતની જાણ થતાં પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી. ગાંધીનગર એસપી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો. બીજી તરફ પોલીસે મૃતકનો શબ પીએમ માટે ગાંધીનગર સિવિલ ખાતે ખસેડ્યો હતો.
FSLની મદદ લેવાઈ રહી છે
પીએસઆઈએ આવું પગલું કેમ ભર્યું તેની પ્રાથમિક તપાસ કરતાં સામે આવ્યું કે. આત્મહત્યા પાછળ કૌટુંબિક કારણો કે ઘર કંકાસ જવાબદાર છે. જોકે, હાલ સમગ્ર મામલે ગાંધીનગર પોલીસ દ્વારા સાથી કર્મચારીઓના નિવેદનો લેવાઈ રહ્યા છે. તેમજ FSL ની મદદ પણ લેવાઈ રહી છે. હાલ આ મામલે પોલીસે તપાસ શરુ કરી છે.ય
