ખેડૂતો માટે ખુશખબર! હવે સરકાર ખરીદશે તમારો પાક, ફટાફટ જાણી લો ટેકાના નવા ભાવ અને રજીસ્ટ્રેશનની તારીખ

ખરીફ માર્કેટિંગ સિઝન 2026-27 માટે લઘુતમ ટેકાના ભાવે ડાંગર, મકાઈ, બાજરી, જુવાર અને રાગીની ખરીદી કરાશે. ઓનલાઇન નોંધણી અને ખરીદીની તારીખોની સંપૂર્ણ માહિતી અહીં વાંચો.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Wed, 30 Sep 2026 01:30 AM (IST)Updated: Wed, 30 Sep 2026 01:30 AM (IST)
gujarat-msp-for-kharif-crops-202627-rates-registration

MSP Kharif Crops 2026-27: ભારત સરકાર દ્વારા ખરીફ માર્કેટીંગ સીઝન 2026-27 માટે લઘુતમ ટેકાના ભાવ (MSP) જાહેર કરી દેવામાં આવ્યા છે. ખેડૂતોને તેઓના ઉત્પાદનના પૂરતા અને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ મારફતે ડાંગર, મકાઈ, બાજરી, જુવાર અને રાગીની સીધી ખરીદી કરવામાં આવશે.

ટેકાના ભાવની વિગતો (પ્રતિ ક્વિન્ટલ)

સરકાર દ્વારા ખરીફ માર્કેટિંગ સિઝન 2026-27 માટે વિવિધ પાકોના ટેકાના ભાવ નીચે મુજબ નક્કી કરવામાં આવ્યા છે-

  • ડાંગર (કોમન): રૂ. 2,441/- પ્રતિ ક્વિન્ટલ
  • ડાંગર (ગ્રેડ-એ): રૂ. 2,461/- પ્રતિ ક્વિન્ટલ
  • મકાઈ: રૂ. 2,410/- પ્રતિ ક્વિન્ટલ
  • બાજરી: રૂ. 2,900/- પ્રતિ ક્વિન્ટલ (ઉપરાંત વધારાનું બોનસ રૂ. 300/- પ્રતિ ક્વિન્ટલ)
  • જુવાર (હાઈબ્રીડ): રૂ. 4,023/- પ્રતિ ક્વિન્ટલ (ઉપરાંત વધારાનું બોનસ રૂ. 300/- પ્રતિ ક્વિન્ટલ)
  • જુવાર (માલદંડી): રૂ. 4,073/- પ્રતિ ક્વિન્ટલ (ઉપરાંત વધારાનું બોનસ રૂ. 300/- પ્રતિ ક્વિન્ટલ)
  • રાગી: રૂ. 5,205/- પ્રતિ ક્વિન્ટલ (ઉપરાંત વધારાનું બોનસ રૂ. 300/- પ્રતિ ક્વિન્ટલ)

ઓનલાઇન નોંધણી પ્રક્રિયા અને તારીખો

જે ખેડૂતો લઘુતમ ટેકાના ભાવે પોતાનો પાક વેચવા માંગતા હોય, તેમણે ફરજિયાતપણે ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે.

નોંધણીની તારીખ: તારીખ 02 ઓક્ટોબર 2026 થી 31 ઓક્ટોબર 2026 સુધી.

નોંધણીનું સ્થળ: સમગ્ર રાજ્યમાં સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે આ નોંધણી કરવામાં આવશે. ખેડૂત ખાતેદારોના બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન (Biometric Authentication) દ્વારા આ પ્રક્રિયા પૂર્ણ થશે.

ખરીદીની તારીખ: રાજ્ય સરકાર દ્વારા તારીખ 16 નવેમ્બર 2026 થી 15 જાન્યુઆરી 2027 સુધી નિયત પાકોની ખરીદી કરવામાં આવશે.

નોંધણી માટે જરૂરી દસ્તાવેજો

ટેકાના ભાવે પાક વેચવા માટે રજીસ્ટ્રેશન સમયે નીચે મુજબના પુરાવા સાથે રાખવાના રહેશે-

  • આધાર કાર્ડની નકલ
  • તાજેતરનો ગામ નમૂનો 7/12 અને 8/અ
  • પાકની વાવણી અંગેની એન્ટ્રી 7/12 અને 8/અ માં ન થઈ હોય તો તલાટીના સહી-સિક્કાવાળો દાખલો
  • ખેડૂતના નામના બેંક ખાતાની વિગત (બેંક પાસબૂકની ઝેરોક્ષ નકલ અથવા કેન્સલ ચેક)

મુસાફરો અને ખેડૂતો માટે વિશેષ સૂચનાઓ

SMS દ્વારા જાણ: રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને ખરીદી અંગેની માહિતી SMS દ્વારા મોકલવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ કે ઓળખપત્ર સાથે રાખવું અનિવાર્ય છે.

ખાસ નોંધ: ડોક્યુમેન્ટની ચકાસણી દરમિયાન જો કોઈ ખોટા દસ્તાવેજો અપલોડ કર્યા હોવાનું ધ્યાને આવશે, તો તેવા કિસ્સામાં અરજી રદ કરવામાં આવશે અને ખરીદી માટે જાણ કરવામાં આવશે નહીં.

હેલ્પલાઈન નંબર: નોંધણી અંગેની વધુ માહિતી માટે ખેડૂતો હેલ્પલાઈન નંબર 85111 71718 તથા 85111 71719 પર સંપર્ક કરી શકે છે.