સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપની 'પ્રદેશ ચૂંટણી સમિતિ'ની જાહેરાત, 19 સભ્યોમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પાટીલ-રૂપાલાનો સમાવેશ

પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પેટલ, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને પરષોત્તમ રુપાલા સહિતના નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 25 Mar 2026 04:47 PM (IST)Updated: Wed, 25 Mar 2026 04:47 PM (IST)
gujarat-local-body-elections-2026-bjp-state-election-committee-announced-key-leaders-include-cr-patil-and-parshottam-rupala

Gujarat Local Body Elections 2026: આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ ચૂંટણી સમિતિની જાહેરાત કરવામાં આવી છે. મુખ્ય સમિતિમાં 13 નેતાઓને સ્થાન અપાયું છે. જ્યારે વિશેષ આમંત્રિત સભ્યોમાં ચાર અને આમંત્રિત સભ્યમાં બે નેતાઓને સ્થાન અપાયું છે. આમ કુલ 19 સભ્યોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કૃષિમંત્રી જીતુ વાઘાણી ઉપરાંત પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પેટલ, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને પરષોત્તમ રુપાલા સહિતના નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે.

નામ જવાબદારી જિલ્લો/મહાનગર
ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી કર્ણાવતી
જગદીશ વિશ્વકર્મા પ્રદેશ પ્રમુખ કર્ણાવતી
હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી સુરત શહેર
રત્નાકરજી પ્રદેશ સંગઠન મહામંત્રી ગાંધીનગર શહેર
નીતિન પટેલ પૂર્વ નાયબ મુખ્યમંત્રી મહેસાણા
ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પૂર્વ મંત્રી, રાજ્ય સરકાર અમદાવાદ જિલ્લો
ડૉ. પ્રદ્યુમન વાજા મંત્રી, રાજ્ય સરકાર ગીર સોમનાથ
દર્શનાબેન જરદોશ પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરત શહેર
બાબુ બોખીરીયા પૂર્વ મંત્રી, રાજ્ય સરકાર પોરબંદર
રાજેશ ચુડાસમા પ્રદેશ ઉપપ્રમુખ અને સાંસદ જૂનાગઢ જિલ્લો
નટુજી ઠાકોર પ્રદેશ ઉપપ્રમુખ મહેસાણા
ગણપતસિંહ વસાવા અનુસૂચિત જનજાતિ મોરચોના પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય સુરત જિલ્લો
અંજુબેન વેકરીયા મહિલા મોરચોના પ્રદેશ પ્રમુખ સુરત શહેર
વિશેષ આમંત્રિત સભ્યો
નામ જવાબદારી જિલ્લો/મહાનગર
સી. આર. પાટીલ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ પ્રદેશ પ્રમુખ સુરત શહેર
પરશોત્તમ રૂપાલા સાંસદ અને પૂર્વ પ્રદેશ પ્રમુખ રાજકોટ
આર. સી. ફળદુ પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ મંત્રી, રાજ્ય સરકાર જામનગર જિલ્લો
જીતુ વાઘાણી મંત્રી, રાજ્ય સરકાર અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ભાવનગર શહેર
આમંત્રિત સભ્યો
નામ જવાબદારી જિલ્લો/મહાનગર
જયશ્રીબેન પટેલ પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ અને પૂર્વ સાંસદશ્રી મહેસાણા
વર્ષાબેન દોશી પ્રભારી, આણંદ જિલ્લો અને પૂર્વ ધારાસભ્ય સુરેન્દ્રનગર