Gandhinagar News: ગુજરાતભરમાં સરકારી કર્મચારીઓમાં અસંતોષ વધવા પામતાં વહીવટી ક્ષેત્રે કામગીરીનો બહિષ્કાર જોવા મળી રહયો છે, એક તરફ સિટી સર્વે કચેરીઓના કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓને લઈને અચોક્કસ મુદ્દતની હડતાળ શરુ કરી છે, તો બીજી બાજુ રાજ્યભરના ગ્રામસેવકોએ પણ તમામ ઓનલાઈન કામગીરીથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે.
કર્મચારીઓમાં રોષ વ્યાપ્યો
જમીન દફતર અને DILR કચેરીઓના આડેધડ વિભાજન બાદ ઊભી થયેલી વહીવટી સમસ્યઓને લીધે કર્મચારીઓને સમયસર પગાર ન મળવો અને ગ્રેડ પે સુધારણા ( લેવલ 4માંથી લેવલ 5 અને લેવલ 5માંથી લેવલ 7) જેવી લાંબા સમયની માંગણીઓ ન સંતોષાતા કર્મચારીઓમા ભારે રોષ વ્યાપી ગયો છે.
સામાન્ય લોકો પર માઠી અસર
કર્મચારીઓની આ હડતાળ અને બહિષ્કારના લીદે ઘણી મહત્વની કામગીરીઓ અટકી પડી છે. જેમ કે, હદ માપણી અને સીમા ચિહ્નિત કરવાની કામગીરી, પ્રોપર્ટી કાર્ડ ઈશ્યુ કરવા અને તે સંબંધિત નવી નોંધણી તેમજ વારસાઈ નોંધ, ટાઈટલ ક્લિયરન્સ મેળવવાની કામગીરી ઠપ્પ પી જતાં લોકોને મુશ્કેલી ભોગવવી પડી છે.
આંદોલનનો આગળનો તબક્કો
રાજ્યભરના ગ્રામસેવકોએ 21મી સપ્ટેમ્બરથી તમામ સરકારી પોર્ટલનો બહિષ્કાર કર્યો છે .જો ગુજરાત સરકાર દ્વારા તમામ પડતર પ્રશ્નોનો યોગ્ય અને ત્વરિત નિકાલ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગ્રામ સેવકો માસ સી. એલ અને પેનડાઉન પર ઉતરીને 2 ઓક્ટોબરથી અચોક્કસ મુદ્દતની હડતાળ શરુ કરશે. જેના લીધે ગ્રામ્ય વિસ્તારોની સુવિધાઓ અને ખેતીલક્ષી વહીવટ પર ગંભીર અસરો પડવાની શક્યતાઓ સેવાઈ રહી છે.
