Gujarat DA Hike: રાજ્ય સરકારમાં નોકરી કરતાં કર્મચારીઓને સરકાર તરફથી દિવાળીની મોટી ભેટ મળવાની છે. જેમાં સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાને લઈને રાજ્ય સરકાર 3 ટકાનો વધારો કરી શકે છે. તેવો નિર્ણય રાજ્ય સરકાર લઈ શકે તેવા સમચારા મળી રહ્યા છે. રાજ્યના આશરે 4 લાખ સરકારી કર્મચારીઓ અને 4.82 લાખથી વધારે પેન્શનર્સની DAમાં 3 ટકાનો વધારો કરવાની તૈયારીઓ શરુ થઈ છે. લાંબા સમયથી કર્મચારી સંગઠનો દ્વારા કરવામાં આવેલી રજૂઆતો અને માંગણીઓને ધ્યાને રાખીને રાજ્ય સરકારે આ દરખાસ્ત તૈયાર કરી છે.
DA વધારામાં કેબિનેટમાં વધારો થઈ શકે
પ્રાપ્ત અહેવાલ પ્રમાણે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાના નિર્ણયને લીલી ઝંડી આપી છે. જ્યારે આજે 4 નવેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાનારી રાજ્ય કેબિનેટી મહત્વપૂર્ણ બેઠકમાં આ અંગે સત્તાવાર મંજૂરી આપવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ રહેલી છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં કેન્દ્રીય કર્મચારીઓના DAનો દર 60 ટકાથી વધારીને 63 ટકા કર્યો છે. જેને પગલે ગુજરાત કર્મચારી મંડળોએ પણ કેન્દ્રના નિયમોને ધોરણે 3 ટકા વધારો કરવાની માંગણી કરી હતી.
અગાઉ રાજ્ય સરકારે કેટલો વધારો કર્યો
મે 2026માં રાજ્ય સરકારે 7મા પગારપંચ હેઠળ કર્મચારીઓના DAમાં 2 ટકાનો વધારો કરીને તેને 60 ટકા કર્યો હતો. હવે જો આ નવો 3 ટકાનો વધારો મંજૂર કરવામાં આવશે, તો કર્મચારીઓનું કુલ મોંઘવારી ભથ્થું વધીને 63 ટકા થઈ જશે. જો સરકાર આ વધારાને જુલાઈ 2026થી અમલી બનાવશે, તો કર્મચારીઓ અને પેન્શનરોને પાછલી તારીખોનું એરિયર્સ (તફાવતની રકમ) પણ મળશે.
કેબિનેટમાં આખરી નિર્ણય લેવાશે
આ ઉપરાંત, 9 નવેમ્બર સોમવારના રોજ જાહેર રજા જાહેર કરવા અને તેના બદલામાં 12 ડિસેમ્બર શનિવારે કચેરીઓ ચાલુ રાખવાના પ્રસ્તાવ અંગે પણ આજની કેબિનેટ બેઠકમાં આખરી નિર્ણય લેવાય તેવી પૂરેપૂરી શક્યતા છે.
