ગુજરાતની સરકારી શાળાઓમાં મંજૂરી વગર પ્રવેશ કર્યો તો થશે POSCO હેઠળ કાર્યવાહી: શિક્ષણ વિભાગનો નવો પરિપત્ર

ગુજરાત શિક્ષણ વિભાગે સરકારી શાળાઓમાં બિનઅધિકૃત પ્રવેશ પર રોક લાદી છે. પૂર્વ લેખિત મંજૂરી વગર શાળામાં પ્રવેશ કરવા કે વીડિયો શૂટિંગ કરવા બદલ પોક્સો હેઠળ પોલીસ ફરિયાદ થઈ શકશે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 22 Oct 2026 08:56 AM (IST)Updated: Thu, 22 Oct 2026 08:56 AM (IST)
gujarat-government-schools-entry-restriction-pocso-act-order-circular

Gujarat School New Rules: ગુજરાતની સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા, સુવિધાઓ અને વાસ્તવિક સ્થિતિ અંગે વિરોધ પક્ષો દ્વારા કરવામાં આવતા સ્ટિંગ ઓપરેશન્સ અને વીડિયો વાયરલ કરવાની પ્રવૃત્તિઓને રોકવા માટે રાજ્ય સરકારે કઠોર નિર્ણય લીધો છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે 21 ઓક્ટોબર 2026ના રોજ એક જાહેર પરિપત્ર બહાર પાડીના શાળઆ પરિસરમાં બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો છે.

પરિપત્રમાં કઈ જોગવાઈ કરાઈ

શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ પરિપત્રમાં જો કોઈ બહારની વ્યક્તિ શાળાના આચાર્ય કે સંચાલકોની પૂર્વ મંજૂરી વિના શાળામાં પ્રવેશે છે અને આચાર્યને શંકાસ્પદ લાગે, તો ગેરકાયદેસર પ્રવેશ બદલ બાળકોની જાતીય સતામણી અટકાવતા પોક્સો કાયદા સહિતની ગંભીર પોલીસ ફરિયાદ પણ થઈ શકશે.

પ્રવેશ માટે નિયમોનું કરવું પડશે પાલન

શાળામાં પ્રવેશ મેળવવા માટે આચાર્ય અથવા સંસ્થાના વડાની પૂર્વ લેખિત મંજૂરી મેળવવી જરૂરી રહેશે, બાળકોના વાલીઓ સહિત તમામ મુલાકાતીઓએ શાળામાં પ્રવેશતા પહેલા રજિસ્ટરમાં પોતાની વિગતોની અચૂકપણે નોંધ કરાવવી પડશે, વર્ગખંડ, પ્રયોગશાળા, પુસ્તકાલય, છાત્રાલય, રમતનું મેદાન અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ ચાલતી હોય તેવા વિસ્તારોમાં મંજૂરી વગર પ્રવેશ કરી શકાશે નહીં,

પૂર્વ મંજૂરી વિના છાત્રો, શિક્ષકો કે શાળાની પ્રવૃત્તિઓનું રેકોર્ડિંગ કરવા પર પ્રતિબંધ રહેશે, તેની સિવાય શાળામાં સરકારી અધિકારીઓને તેમની સત્તાવાર કામગીરી કે નિરિક્ષણ માટે આ નિયમમાં અપવાદરુપ છૂટ આપવામાં આવી છે.

શાળાઓમાં થયેલા પોલખોલ કાર્યક્રમો

ગુજરાતની સરકારી સ્કૂલોમાં ભૂતકાળમાં વિપક્ષી નેતાઓ દ્વારા અનેક સરપ્રાઈઝ વિઝિટ અને આક્ષેપો કરવામાં આવ્યા હતા:

  • દિલ્હીના તત્કાલીન શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ ભાવનગરની શાળાઓમાં ગંદકી અને કાયમી શિક્ષકોના અભાવની પોલ ખોલી ‘ગુજરાત વિરુદ્ધ દિલ્હી મોડેલ’નો વિવાદ ઊભો કર્યો હતો.
  • સ્કૂલ ઓફ એક્સિલન્સના કાર્યક્રમમાં અડાલજની સરકારી શાળામાં નકલી બારીઓ અને સેટ ઊભો કરીને ભાજપે ફેક ફોટોશૂટ કર્યું હોવાનો આરોપ આમ આદમી પાર્ટીએ લગાવ્યો હતો.