GPSC Recruitment 2026: ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા નવા વર્ષની શરૂઆતમાં જ રાજ્યના શિક્ષિત યુવાનોને સરકારી નોકરીની તક આપવા માટે ભરતીની મોટી જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત આયોગ દ્વારા વિવિધ સરકારી વિભાગો, નગરપાલિકાઓ અને બોર્ડ-નિગમોમાં વર્ગ-1 અને વર્ગ-2 ની કુલ 270થી વધુ જગ્યાઓ માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે.
15 ફેબ્રુઆરી સુધી ઑનલાઈન અરજી કરી શકશો
GPSC દ્વારા બહાર પાડવામાં આવેલી આ જાહેરાત અંતર્ગત ઉમેદવારો આજથી લઈને આગામી 16 ફેબ્રુઆરી 2026 (રાત્રે 11:59 કલાક) સુધી ઓનલાઇન અરજી કરી શકશે.
આ માટે ઉમેદવારોએ ગુજરાત જાહેર સેવા આયોગની સત્તાવાર વેબસાઈટ (gpsc-ojas.gujarat.gov.in) અથવા (gpsc.gujarat.gov.in) પર જઈને ઓનલાઈન અરજી કરવી પડશે. જ્યારે આગામી 26 એપ્રિલ, 2026ના રોજ પ્રાથમિક કસોટી યોજાઈ શકે છે.
ક્યા વિભાગમાં કેટલી ભરતી થશે?
- સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG): આસિસ્ટન્ટ ડાયરેક્ટર, નાયબ કાર્યપાલક ઇજનેર (સિવિલ/ઇલેક્ટ્રિકલ) અને વહીવટી અધિકારીની જગ્યાઓ.
- મહાનગરપાલિકાઓ: મેડિકલ ઓફિસર, ટાઉન પ્લાનર, મદદનીશ ઇજનેર (સિવિલ/મિકેનિકલ/ઇલેક્ટ્રિકલ) અને સેનિટેશન ઓફિસર જેવી મહત્વની પોસ્ટ.
- ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ (GWSSB): વૈજ્ઞાનિક અધિકારી અને નાયબ મેનેજરની જગ્યાઓ.
- ગુજરાત હાઉસિંગ બોર્ડ (GHB): મદદનીશ ઇજનેર (સિવિલ) અને ગ્રંથપાલની જગ્યાઓ.
લાયકાત અને અનુભવ
વિવિધ પદો માટે શૈક્ષણિક લાયકાત અલગ-અલગ રાખવામાં આવી છે. એન્જિનિયરિંગ (BE/B.Tech), મેડિકલ (MBBS), ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન ધરાવતા ઉમેદવારો પોતાની લાયકાત મુજબ અરજી કરી શકશે. કેટલીક જગ્યાઓ માટે અનુભવ અનિવાર્ય છે, જ્યારે કેટલીક જગ્યાઓ ફ્રેશર્સ માટે પણ ઉપલબ્ધ છે.
ઉમેદવારો માટે ખાસ સૂચના
ઉમેદવારોએ 'One Time Registration' (OTR) કરવું ફરજિયાત છે. અરજી કન્ફર્મ થયા પછી જ ગ્રાહ્ય રાખવામાં આવશે. આ સાથે જ વહેલી તકે ફોર્મ ભરી દેવા આયોગ દ્વારા સૂચના આપવામાં આવી છે.
