Census 2026: ગુજરાતમાં જૂનથી શરૂ થશે વસ્તી ગણતરી, જાણો પરિવાર દીઠ પૂછાનારા 33 સવાલોનું લિસ્ટ

ગુજરાતમાં વસ્તી ગણતરીની પ્રક્રિયા બે તબક્કામાં કરવામાં આવશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 04 May 2026 02:20 PM (IST)Updated: Mon, 04 May 2026 02:20 PM (IST)
gujarat-census-2026-two-phases-33-questions-and-self-enumeration-process
HIGHLIGHTS
  • જૂનથી શરૂ થશે ગુજરાતમાં વસ્તી ગણતરી
  • પરિવાર દીઠ પૂછાનારા 33 સવાલોનું લિસ્ટ

Gujarat Census 2026 Questions: ભારતમાં કોરોના મહામારીના કારણે મુલતવી રહેલી 16મી વસ્તી ગણતરીની પ્રક્રિયાનો હવે પ્રારંભ થઈ ચૂક્યો છે. છેલ્લે વર્ષ 2011 માં વસ્તી ગણતરી કરવામાં આવી હતી, અને હવે વર્ષ 2026-27 દરમિયાન આ પ્રક્રિયા આધુનિક ટેકનોલોજીના માધ્યમથી હાથ ધરવામાં આવી રહી છે. ગુજરાતમાં વસ્તી ગણતરી આગામી જૂન મહિનાથી થશે.

બે તબક્કામાં થશે વસ્તી ગણતરી

અગાઉ આપણે જાણ્યું તેમ આ વખતે 'ડિજી ડોટ' અને 'સ્વ-ગણતરી' જેવી આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ થવાનો છે. ગુજરાતમાં વસ્તી ગણતરીની આ પ્રક્રિયા મુખ્યત્વે બે તબક્કામાં યોજાવા જઈ રહી છે.

  • પ્રથમ તબક્કો (હાઉસલિસ્ટિંગ): આ તબક્કામાં ઘરની અને તેમાં ઉપલબ્ધ સુવિધાઓની માહિતી એકત્ર કરવામાં આવશે.
  • બીજો તબક્કો: ત્યારબાદ બીજા તબક્કામાં વ્યક્તિગત ધોરણે મુખ્ય વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે.

પ્રથમ તબક્કા દરમિયાન સરકારી કર્મચારીઓ જ્યારે તમારા ઘરે આવશે ત્યારે તેઓ કેટલીક માહિતી માંગશે. જે માટે આ કર્મચારીઓ દરેક પરિવાર દીઠ કુલ 33 જેટલા સવાલો પૂછશે.

કર્મચારીઓ પૂછશે આ 33 સવાલ...

હાઉસલિસ્ટિંગના પ્રથમ તબક્કામાં કેટલીક માહિતી પરિવારે આપવાની રહેશે, જે માટે 33 પ્રશ્નોની યાદી નક્કી કરવામાં આવી છે.

મકાન અને ઘરની વિગતો:

1. મકાન નંબર (શહેર અથવા સ્થાનિક સત્તામંડળ અથવા વસ્તી ગણતરી નંબર)

2. વસ્તી ગણતરી ઘર નંબર

3. ઘરના ફ્લોરમાં વપરાતી મુખ્ય સામગ્રી

4. ઘરની દિવાલમાં વપરાતી મુખ્ય સામગ્રી

5. ઘરની છતમાં વપરાતી મુખ્ય સામગ્રી

6. ઘરનો ઉપયોગ

7. ઘરની સ્થિતિ

પરિવાર અને સભ્યોની પ્રાથમિક વિગતો: 

8. પરિવાર નંબર

9. ઘરમાં સામાન્ય રીતે રહેતા વ્યક્તિઓની કુલ સંખ્યા 

10. ઘરના વડાનું નામ 

11. ઘરના વડાની જાતિ 

12. ઘરના વડા અનુસૂચિત જાતિ (SC) / અનુસૂચિત જનજાતિ (ST) / અન્યનો છે કે કેમ 

13. ઘરની માલિકીનો દરજ્જો (ભાડાનું છે કે પોતાનું)

14. ઘરમાં રહેવા માટે ઉપલબ્ધ રૂમની સંખ્યા

15. ઘરમાં રહેતા પરિણીત યુગલોની સંખ્યા

ઘરમાં ઉપલબ્ધ પ્રાથમિક સુવિધાઓ: 

16. પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત 

17. પીવાના પાણીના સ્ત્રોતની ઉપલબ્ધતા

18. વીજળીનો મુખ્ય સ્ત્રોત

19. શૌચાલયની ઉપલબ્ધતા

20. શૌચાલયનો પ્રકાર 

21. ગટર વ્યવસ્થા 

22. બાથરૂમની ઉપલબ્ધતા 

23. રસોડાની ઉપલબ્ધતા અને LPG/PNG કનેક્શન 

24. રસોઈ માટે વપરાતું મુખ્ય ઈંધણ

સંપત્તિ અને સાધનોની વિગતો: 

25. રેડિયો/ટ્રાન્ઝિસ્ટર

26. ટેલિવિઝન 

27. ઈન્ટરનેટ સુવિધા 

28. લેપટોપ/કોમ્પ્યુટર 

29. ટેલિફોન/મોબાઈલ ફોન/સ્માર્ટફોન ફોન 

30. સાયકલ/સ્કૂટર/મોટરસાયકલ/મોપેડ 

31. કાર/જીપ/વાન

અન્ય માહિતી: 

32. ઘર દ્વારા ઉપયોગમાં લેવાતું મુખ્ય અનાજ 

33. મોબાઈલ નંબર (માત્ર વસ્તી ગણતરી સંબંધિત સંદેશાવ્યવહાર માટે)

ધ્યાન રાખો, આ સવાલોના જવાબ ન આપો 

આ 33 સવાલો સિવાય, અન્ય સંવેદનશીલ માહિતી ધરાવતા પ્રશ્નોના જવાબ ન આપો. જ્યારે ગણતરી માટે સરકારી કર્મચારી તમારા ઘરે આવે ત્યારે અમુક અંગત માહિતી આપવાથી બચવું જરૂરી છે. જો કર્મચારી નીચે મુજબની માહિતી માંગે તો તેનો ઇનકાર કરો:

  • તમારી આવક: તમારી મહિનાની કમાણી કે બેંક બેલેન્સ અંગે માહિતી ન આપો.
  • બેંક વિગતો: બેંક ખાતા નંબર કે OTP જેવી ખાનગી વિગતો આપશો નહીં.
  • દસ્તાવેજ: આધાર કાર્ડ, પાન કાર્ડ અથવા અન્ય કોઈ ઓળખપત્ર બતાવવા માટે કોઈ દબાણ કરી શકશે નહીં. દસ્તાવેજો અપલોડ કરવાની પણ કોઈ જરૂરિયાત નથી.