રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ આજે રજુ કરશે ગુજરાતનું બજેટ, સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી અને કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને મોટી જાહેરાતો થઈ શકે

અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મહાનગરોમાં મેટ્રો રેલ, રોડ નેટવર્ક અને 'લાસ્ટ માઈલ કનેક્ટિવિટી' માટે મોટું ભંડોળ ફાળવવામાં આવી શકે છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 18 Feb 2026 07:57 AM (IST)Updated: Wed, 18 Feb 2026 07:57 AM (IST)
gujarat-budget-2026-27-kanu-desai-to-present-state-budget-in-assembly-today-live-update

Gujarat Budget 2026-27:  ગુજરાત સરકાર દ્વારા નાણાકીય વર્ષ 2026-27 માટેનું રાજ્ય બજેટ આજે વિધાનસભામાં રજૂ કરવામાં આવશે. નાણા મંત્રી કનુ દેસાઈ આજે જે બજેટ રજૂ કરશે તેમાં મુખ્ય કેન્દ્ર બિંદુ કોમનવેલ્થ ગેમ્સ અને  આગામી બે-ત્રણ મહિનામાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી રહેશે.

બજેટમાં નાની ચિપ (Semiconductor) થી લઈને મોટા માળખાકીય પ્રોજેક્ટ્સ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. નવા સેમિકન્ડક્ટર, કેમિકલ અને ફાર્મા ક્લસ્ટર માટે નવી નીતિઓ જાહેર થઈ શકે છે.

આગામી કોમનવેલ્થ અને ઓલિમ્પિક રમતોના આયોજનને ધ્યાનમાં રાખીને, રાજ્યમાં 6 હજાર ચોરસ મીટરના ફૂટબોલ મેદાન જેવી આધુનિક રમતગમત સુવિધાઓ ઊભી કરવાનું આયોજન છે.

અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મહાનગરોમાં મેટ્રો રેલ, રોડ નેટવર્ક અને 'લાસ્ટ માઈલ કનેક્ટિવિટી' માટે મોટું ભંડોળ ફાળવવામાં આવી શકે છે. BRTS દ્વારા સેટેલાઇટ ટાઉન્સને જોડવાની યોજના પણ વિચારણા હેઠળ છે.

આગામી બે ત્રણ મહિનામાં રાજ્યમાં પાલિકા અને પંચાયતોની ચૂંટણીઓ યોજાવાની હોવાથી, બજેટમાં જનસામાન્યના વિકાસ અને રોજગારલક્ષી યોજનાઓ પર ભાર મૂકવામાં આવશે. કૃષિ, સિંચાઈ અને પશુપાલન જેવા ગ્રામીણ ક્ષેત્રો માટે પણ મહત્વની જાહેરાતો થવાની સંભાવના છે.