ગુજરાતના નાના અને મધ્યમ કક્ષાના શહેરોના આયોજનબદ્ધ વિકાસ માટે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ શરુ કર્યો છે. કેન્દ્ર સરકારના AMRUT 2.0 Mission અંતર્ગત રાજ્યના 50 હજારથી 1 લાખ સુધીની વસતી ધરાવતા 55 નગરોમાં જીઆઈએસ આધારિત માસ્ટર ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ પાછળ કુલ 40 કરોડનો ખર્ચ કરવામાં આવશે.
ડેવલપમેન્ટ પ્લાનની મુખ્ય બાબતો
આ પ્રોજેક્ટમાં સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા ચોક્કસાઈપૂર્વકના જીઓ ડેટા અને ભૂસ્તરીય માહિતી મેળવવા માટે ડ્રોન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં 55 પૈકી 51 નગરોનો ડ્રોન સર્વે સફળતાપૂર્વક થઈ ચૂક્યો છે.કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા પ્રત્યેક નગર દીઠ રુ.70 લાખની સહાય પૂરી પાડવામાં આવશે. તેની સાથે ગુજરાત ટાઉન પ્લાનિંગ કન્સલ્ટન્સી લિમિટેડ દ્વારા તમામ નગરોનો ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરાશે.
આ પ્રોજેક્ટ માર્ચ 2027 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટની કામગીરી માટે શહેરી વિભાગના 60થી વધારે અધિકારીઓ અને કર્મચારીઓને ખાસ તાલીમ આપવામાં આવી છે.
GIS આધારિત પ્લાનથી શહેરોને ફાયદો
કેન્દ્ર સરકારના આ પ્રોજેક્ટમાં ડ્રોન સર્વે અને જીઆઈએસ ટેક્નોલોજીના ઉપયોગથી નીચે મુજબની પાયાની સુવિધાઓમાં સુધારો થશે.
- ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ:રસ્તા, ગટર લાઈન, પાણીની પાઈપલાઈન અને વીજળી નેટવર્કનું સુયોગ્ય આયોજન
- પબ્લિક સુવિધાઓ: પાર્કિંગ, બાગ-બગીચા અને જાહેર સ્થળોનો સ્માર્ટ વિકાસ
- ચોક્કસ મેપિંગ: જમીનના ઊંચાણ-નીચાણ અને ભૂસ્તરીય સ્થિતિનો ચોક્કસ ડેટા.
આ 55 શહેરોનું થશે ડેવલપમેન્ટ
1. વાંકાનેર
2. વ્યારા
3. વિસનગર
4. વિરમગામ
5. ઉપલેટા
6. ઊંઝા
7. ઊના
8. ઉમરગામ
9. થાનગઢ
10. સિહોર
11. સિદ્ધપુર
12. સાવરકુંડલા
13. સાણંદ
14. રાણાવાવ
15. રાજુલા
16. રાધનપુર
17. પેટલાદ
18. પાલિયાણા
19. પાદરા
20. ઓખા
21. મુંદ્રા-બરોઈ
22. મોડાસા
23. માંગરોળ
24. માંડવી
25. મહુવા
26. લુણાવાડા
27. લિંબડી
28. કોડિનાર
29. ખંભાત
30. ખંભાળિયા
31. કેશોદ
32. કરમસદ
33. કપડવંજ
34. કડી
35. જસદણ
36. જંબુસર
37. ઈડર
38. હિંમતનગર
39. હાલોલ
40. ધ્રાંગધ્રા
41. ધોરાજી
42. ધોળકા
43. ધાનેરા
44. ધંધુકા
45. દહેગામ
46. દાહોદ
47. ડભોઈ
48. ચકલાસી
49. બોરસદ
50. બિલિમોરા
51. ભચાઉ
52. બાવળા
53. બારડોલી
54. બાલાસિનોર
55. અંજાર
