GPSC Exam Update: ગુજરાત જાહેર સેવા આયોગની 19 એપ્રિલે લેવાનારી પરીક્ષાની તારીખમાં કરાયો ફેરફાર

હસમુખ પટેલે જણાવ્યું કે, 20 એપ્રિલે પરીક્ષા આપતા ઉમેદવારો પરીક્ષા સ્થળે પહોંચી શકે એ માટે 19 એપ્રિલની પરીક્ષાની તારીખ બદલવી પડી છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 30 Mar 2025 11:22 AM (IST)Updated: Sun, 30 Mar 2025 02:39 PM (IST)
gpsc-exam-date-update-april-19th-exam-rescheduled
HIGHLIGHTS
  • રવિવારોમાં અન્ય પરીક્ષાઓ હોવાથી આ પરીક્ષા ચાલુ દિવસે લેવી પડી રહી છે

Gandhinagar News: ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા 19 એપ્રિલના રોજ લેવામાં આવનારી કેટલીક પરીક્ષાઓની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ અંગે GPSCના ચેરમેન હસમુખ પટેલે સોશિયલ મીડિયા પર માહિતી આપી છે.

આ પરીક્ષાઓની તારીખ બદલાઈ
જાહેરાત ક્રમાંક 81/2024-25 (મદદનીશ ઇજનેર, સિવિલ, વર્ગ-2), 111/2024-25 (મદદનીશ ઇજનેર, સિવિલ, વર્ગ-2, દિવ્યાંગો માટે) અને 112/2024-25 (નાયબ કાર્યપાલક ઇજનેર, વિદ્યુત, વર્ગ-2)ની સંબંધિત વિષયની પરીક્ષા હવે 19 એપ્રિલ, 2025ના બદલે 25 એપ્રિલ, 2025ના રોજ યોજાશે.

શા માટે બદલાઈ તારીખ?
હસમુખ પટેલે જણાવ્યું કે, 20 એપ્રિલ, 2025ના રોજ વર્ગ-1, 2ની પરીક્ષા હોવાથી અને ઘણા ઉમેદવારો આ બંને પરીક્ષાઓ આપવાના હોવાથી, તેમને પરીક્ષા સ્થળે પહોંચવામાં સરળતા રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું કે, ત્યારબાદના રવિવારોમાં અન્ય પરીક્ષાઓ હોવાથી આ પરીક્ષા ચાલુ દિવસે લેવી પડી રહી છે.

ઉમેદવારોને તક આપવાનો પ્રયાસ
હસમુખ પટેલે વધુમાં જણાવ્યું કે, આયોગ ઘણી પરીક્ષાઓનું આયોજન કરે છે, તેથી તારીખો બદલવી મુશ્કેલ છે. તેમ છતાં, ઉમેદવારોને દરેક પરીક્ષા આપવાની તક મળે તે માટે શક્ય હોય ત્યાં સુધી પ્રયત્નો કરવામાં આવે છે. પરીક્ષાની તારીખ બદલવામાં આવે ત્યારે રજાના દિવસે અન્ય પરીક્ષાઓ હોવાથી, રજા સિવાયના દિવસે પરીક્ષા યોજવી પડે છે, જેના કારણે નોકરી કરતા ઉમેદવારોને મુશ્કેલી પડે છે. હસમુખ પટેલે ઉમેદવારોને આ બાબત સમજવા વિનંતી કરી છે.