ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય: હવે સરકારી કચેરીઓના ધક્કા બંધ, 1 એપ્રિલથી 18 પ્રમાણપત્રો મળશે ઘરે બેઠા ઓનલાઈન!

ગુજરાત સરકારનો મોટો નિર્ણય! 1 એપ્રિલથી આવક અને જાતિના દાખલા સહિત 18 પ્રમાણપત્રો ઓનલાઈન મળશે. હવે સરકારી કચેરીઓના ધક્કા ખાવાની જરૂર નથી, જાણો સંપૂર્ણ વિગત.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Thu, 05 Feb 2026 10:02 AM (IST)Updated: Thu, 05 Feb 2026 10:05 AM (IST)
good-news-for-citizens-18-government-certificates-will-be-available-online-from-april-1

Gujarat Cabinet Decision: ગુજરાતના નાગરિકો અને ખાસ કરીને વાલીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મળેલી કેબિનેટ બેઠકમાં 'ડિજિટલ ગુજરાત' તરફ એક મોટું કદમ ઉઠાવવામાં આવ્યું છે. આગામી 1 એપ્રિલથી આવક અને જાતિના દાખલા સહિતના 18 મહત્વના પ્રમાણપત્રો મેળવવાની પ્રક્રિયા સંપૂર્ણપણે 'ફેસલેસ' (ઓનલાઈન) કરી દેવામાં આવી છે.

મુખ્ય વિગતો એક નજરે

અમલીકરણ: 1 એપ્રિલથી શરૂ.
સેવાઓ: આવક, જાતિ સહિતના 18 પ્રકારના પ્રમાણપત્રો.
પદ્ધતિ: સંપૂર્ણ ઓનલાઈન (Faceless), કચેરીએ જવાની જરૂર નહીં.
લાભાર્થી: રાજ્યના અંદાજે 80 લાખ પરિવારોને સીધો ફાયદો.

વાલીઓ અને વિદ્યાર્થીઓને મોટી રાહત

દર વર્ષે શાળાઓમાં એડમિશનની સીઝન વખતે આવકના દાખલા અને જાતિના પ્રમાણપત્રો કઢાવવા માટે વાલીઓને લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડતું હતું. સમયમર્યાદાના દબાણને કારણે પડતી આ મુશ્કેલીઓને ધ્યાને રાખીને સરકારે આ ક્રાંતિકારી નિર્ણય લીધો છે. હવે:

  1. કિંમતી સમય અને શક્તિનો બચાવ થશે.
  2. વહીવટી પ્રક્રિયા વધુ ઝડપી અને પારદર્શક બનશે.
  3. વચેટીયાઓ કે લાઈનોમાંથી મુક્તિ મળશે.

કૃષિ વિભાગની મોટી સિદ્ધિ

કેબિનેટ બેઠકમાં અન્ય વિભાગોની પણ સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં જણાવાયું હતું કે:

રાજ્યના 59 લાખ ખેડૂતોનું 'ફાર્મર રજિસ્ટ્રેશન સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે.
આ રજિસ્ટ્રેશનથી હવે સરકારી યોજનાઓના લાભ સીધા ખેડૂતો સુધી વધુ પારદર્શક રીતે પહોંચશે.

"સરકારનો ઉદ્દેશ્ય નાગરિકોને સરકારી કચેરીઓના ધક્કામાંથી મુક્તિ અપાવી, ઘરઆંગણે સેવાઓ પહોંચાડવાનો છે."
— જીતુ વાઘાણી, પ્રવક્તા મંત્રી

ઓનલાઈન મળવાપાત્ર મુખ્ય 18 પ્રમાણપત્રોની યાદી

ક્રમ પ્રમાણપત્રનું નામ (ગુજરાતીમાં) Certificate Name (In English)
1 આવકનું પ્રમાણપત્ર Income Certificate
2 જાતિનું પ્રમાણપત્ર (SC) Caste Certificate (SC)
3 જાતિનું પ્રમાણપત્ર (ST) Caste Certificate (ST)
4 સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગનું પ્રમાણપત્ર SEBC / OBC Certificate
5 નોન-ક્રીમીલેયર સર્ટિફિકેટ (ગુજરાત સરકાર) Non-Creamy Layer (State)
6 નોન-ક્રીમીલેયર સર્ટિફિકેટ (કેન્દ્ર સરકાર) Non-Creamy Layer (Central)
7 EWS પ્રમાણપત્ર (10% અનામત) EWS Certificate
8 ડોમિસાઈલ સર્ટિફિકેટ (વતની હોવાનો દાખલો) Domicile Certificate
9 વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર Senior Citizen Certificate
10 લઘુમતી હોવાનું પ્રમાણપત્ર Religious/Linguistic Minority
11 વિધવા હોવા અંગેનું પ્રમાણપત્ર Widow Certificate
12 વારસાઈ પ્રમાણપત્ર (પેઢીનામું) Heirship Certificate / Pedhinamu
13 બિન-ખેડૂત હોવા અંગેનું પ્રમાણપત્ર Non-Agriculturist Certificate
14 રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર Resident Certificate
15 ચારિત્ર્ય પ્રમાણપત્ર (ચોક્કસ સેવાઓ માટે) Character Certificate
16 નિરાધાર હોવા અંગેનું પ્રમાણપત્ર Destitute Certificate
17 દિવ્યાંગતા ઓળખ કાર્ડ (UDID) Disability Certificate / Card
18 સોગંદનામું (સરકારી યોજનાઓ માટે) Affidavit for Schemes

યાદ રાખવા જેવી બાબતો:

વેબસાઈટ: આ તમામ સેવાઓ digitalgujarat.gov.in પર ઉપલબ્ધ રહેશે.
સમય: 1 એપ્રિલથી આ પ્રક્રિયા સંપૂર્ણ 'ફેસલેસ' એટલે કે રૂબરૂ જયા વગર ઓનલાઈન થશે.
ફાયદો: પ્રમાણપત્ર તૈયાર થયા પછી તમે તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરમાંથી સીધું ડાઉનલોડ કરી શકશો.