ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રેન ડિરેલ થઈ: વહેલી સવારે ઓફિસ જવા નીકળેલા મુસાફરો અટવાયા, સેવાઓ ખોરવાઈ

ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રેન પાટા પરથી ઊતરી જતાં સેવાઓ ઠપ્પ થઈ. હજારો મુસાફરો હાલાકીમાં મૂકાયા, સત્તાધિશો દ્વારા યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કરાઈ

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 09 Oct 2026 10:22 AM (IST)Updated: Fri, 09 Oct 2026 10:22 AM (IST)
gift-city-metro-train-derail-news-gandhinagar-passengers-faced-issues

Gandhinagar News: ગાંધીનગર અને ગિફ્ટ સિટીથી મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરતાં નોકરિયાતો અને મુસાફરોને સવારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રેન ડિરેલ જતાં મેટ્રો સેવા ખોરવાઈ ગઈ છે. જેના લીધે વહેલી સવારે ઓફિસ જવા માટે નીકળેલા નોકરિયાતો અને મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

વહેલી સવારે મુસાફરોને પડી મોટી હાલાકી

ગાંધીનગર અને અમદાવાદને જોડતી આ મેટ્રો લાઈન પર દરરોજ હજારો નોકરિયાતો અને નાગરિકો અવરજવર કરે છે. પરંતુ આજે સવારે લોકો સમયસર ઓફિસે જવા માટે મેટ્રો સ્ટેશને પહોંચ્યા હતા. પરંતુ મેટ્રો સેવા ખોરવાઈ હતી. શરુઆતમાં મેટ્રો સત્તાધીશો દ્વારા ટેક્નિકલ કારણોસર ટ્રેન બંધ થઈ હોવાનું જણાવી મુસાફરોને સહયોગ આપવા જણાવ્યું હતુ. પરંતુ બાદમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ડિરેલ થઇ હોવાના સમાચાર સામે આવતાં નોકરિયાતો મુશ્કેલીમાં મૂકાયા હતા.

ટેક્નિકલ ખામી કે અકસ્માત?

પ્રાપ્ત અહેવાલ પ્રમાણે, ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રેન પાટા પરથ ઉતરી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિની માહિતી મળી નથી. પરંતુ ટ્રેન ડિરેલ થતાં આખી લાઈનનો વાહનવ્યવહાર થંભાવી દેવો પડ્યો હતો. ઓફિસ સમયે જ મેટ્રો સેવા ખોરવાતાં લોકોને ઓટો રિક્ષા અને બસ કે ખાનગી કેબનો સહારો લેવો પડ્યો હતો.

બીજી બાજુ ઘટનાની જાણ થતાં જ મેટ્રો પ્રોજેક્ટના ઉચ્ચ અધિકારીઓ અને એન્જિનિયરોની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ટ્રેનને ફરીથી પાટા પર લાવવા અને લાઇનને સુરક્ષિત કરીને મેટ્રો સેવાઓ પુનઃ શરૂ કરવા માટે ત્વરિત ધોરણે સમારકામ હાથ ધરવામાં આવ્યું છે.