Gandhinagar News: ગાંધીનગર જિલ્લામાં અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. કલોલ તાલુકામાં આવેલા વાઘોસણા ગામ નજીક એક ઝડપથી આવી રહેલા પીકઅપ ડાલાએ એક એક્ટિવા ચાલક યુવકને અડફેટે લેતાં કરુણ મોત નિપજ્યું છે. જ્યારે આસપાસના લોકોએ તાત્કાલિક યુવકને માણસા સિવિલ હોસ્પિટલે ખસેડ્યો તો ફરજ પરના તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો.
ગાંધીનગરમાં સર્જાયો અકસ્માત
આ પણ વાંચો
મળતી માહિતી પ્રમાણે, કલોલ તાલુકાના વાઘોસણા ગામ નજીક એક અકસ્માત સર્જાયો હતો. નાસ્મેદ ગામના 41 વર્ષીય હિમ્મતભાઈ વાઘેલા પોતાનું એક્ટિવા લઈને જઈ રહ્યા હતા. તે દરમિયાન એક પૂરપાટ ઝડપથી આવી રહેલા પીકઅપ ડાલાએ યુવકની એક્ટિવાને ભયાનક ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જીવલેણ હતી કે, યુવક તેની એક્ટિવા પરથી જમીન પર પછડાયો હતો.
યુવકનું કરુણ મોત નિપજયું
જમીન પર પટકાવવાથી યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. એક્ટિવા ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતાં તાત્કાલિક સારવાર અર્થે માણસા સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.જ્યાં તબીબોએ યુવકને મૃત જાહેર કર્યા હતો. બીજી તરફ ગંભીર અકસ્માત સર્જ્યા બાદ ડ્રાઈવર પોતાનું વાહન ઘટનાસ્થળ પર જ મૂકીને નાસી ગયો હતો.
આરોપી ડ્રાઈવર ફરાર થયો
સમગ્ર મામલે મૃતક યુવકના નાના ભાઈએ કલોલ પોલીસ મથકમાં આરોપી પીકઅપ ડ્રાઈવર સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. યુવકના મોતને લઈને પરિવારમાં શોકનો માહોલ વ્યાપી જવા પામ્યો છે. કલોલ પોલીસે અજાણ્યા ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તેની શોધખોળ હાથ ધરી છે.
