Gandhinagar Swine Flu Cases: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસની સાથે સાથે સ્વાઈન ફ્લુના કેસોમાં ઉછાળો આવતાં ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં સ્થિત સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન સ્વાઇન ફ્લુના કુલ 9 કેસો પોઝિટિવ આવ્યા છે. સિવિ હોસ્પિટલમાં 3 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. જ્યારે બાકીના 6 દર્દીઓ સાજા થઈ ગયા બાદ રજા આપવામાં આવી છે.
સિવિલ હોસ્પિટલમાં 9 પોઝિટિવ કેસ
ગાંધીનગર સિવિલ હોસ્પિટલના તબીબોના જણાવ્યા અનુસાર, હોસ્પિટલમાં 3 દર્દીઓ દાખલ છે. હાલ તેમની તબિયત સ્થિર છે. ત્રણેય દર્દીઓની હાલ તબીબો દ્વારા જરુરી તપાસ અને સારવાર કરવામાં આવી રહી છે. તેમજ તેમની તબિયત પર નજર રાખવામાં આવી રહી છે. દર્દીઓની તબિયતમાં સુધારો હોવાથી કોઈ પણ દર્દીઓની હાલત ગંભીર નથી.
તબીબોએ આપી ખાસ સલાહ
સ્વાઈન ફ્લુના કેસોમાં ઉછાળો આવતાં લોકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. આ અંગે તબીબોના જણાવ્યા અનુસાર, કોઈ પણ દર્દી સ્વાઇન ફ્લુનો શિકાર બને તો ગભરાવવાની જરુર નથી. તાત્કાલિક સારવાર કેન્દ્રમાં જઈને યોગ્ય તપાસ કરવામાં આવે તો દર્દીને સારવાર મળી શકે છે. શરદી,ઉધરસ કે તાવના લક્ષણો જણાય તો તેને અવગણવાને બદલે તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક સાધવો.
6 દર્દીઓને રજા અપાઈ, 3 સારવાર હેઠળ
હાલ સિવિલ હોસ્પિટલમાં સ્વાઈન ફ્લુના દર્દીઓ માટે વિશેષ વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. સારવાર લઈ રહેલા ત્રણેય દર્દીઓના સ્વાસ્થ્યમાં સુધારો હોવાથી તબીબોની ટીમ દ્વારા સારવાર ચાલુ રાખવામાં આવી રહીછે, જ્યારે બીજી બાજુ સ્વાઈન ફ્લુ પોઝિટીવ 6 દર્દીઓ સ્વસ્થ તઈ જતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ઉપરાંત N1H1 વાયરસના કેસ આવે તો ગભરાવવાની જરુર નથી.
