BRICS સમિટમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર 2 શખ્સ ઝડપાયા, ગુજરાત પોલીસે ઝારખંડ-બિહારથી કરી ધરપકડ

હાલમાં ઝડપાયેલા શખ્સે પોતાનું અંગત ઈ-મેઈલ આઈડી મુખ્ય આરોપીને વેચ્યું હતું.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 14 Sep 2026 11:38 AM (IST)Updated: Mon, 14 Sep 2026 11:38 AM (IST)
gandhinagar-secretariat-brics-summit-bomb-threat-email-two-accused-arrested
ગુજરાત સચિવાલય

BRICS Summit 2026 Bomb Threat: ગાંધીનગર સ્થિત ગુજરાત સચિવાલય, મુખ્યમંત્રી કાર્યાલય, ગુજરાત વિધાનસભા તેમજ વડાપ્રધાન, કેન્દ્રીય ગૃહમંત્રી અને નવી દિલ્હી ખાતે ચાલી રહેલા BRICS શિખર સંમેલનમાં બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકી મામલે મોટી કાર્યવાહી થઈ છે. ભારતને સહકાર આપતા દેશોને પણ બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈ-મેઈલ મામલે તપાસ કરી રહેલી ગુજરાત પોલીસની ટીમે ઝારખંડ અને બિહારથી બે શખ્સની ધરપકડ કરી છે.

ઝારખંડના દેવધર જિલ્લાના SP પ્રવીણ પુષ્કરના જણાવ્યા અનુસાર, આરોપી બિહારના જમુઈ જિલ્લાનો વતની છે અને તેની ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત પોલીસના અધિકારીઓ શુક્રવારે રાત્રે ઈ-મેઈલના સંદર્ભમાં દેવઘર પહોંચ્યા હતા અને શનિવારે આ શખ્સને ઝડપી પાડ્યો હતો.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ વ્યક્તિએ પોતાનું અંગત ઈ-મેઈલ આઈડી મુખ્ય આરોપીને વેચ્યું હતું. આ જ ઈ-મેઈલ આઈડીનો ઉપયોગ કરીને મુખ્ય આરોપીએ ગાંધીનગર સચિવાલયના સત્તાવાર આઈડી પર અને બ્રિક્સ સમિટમાં વિસ્ફોટ કરવાની ધમકી આપતો ઈ-મેઈલ મોકલ્યો હતો.

આ કેસમાં કથિત રીતે ધમકીભર્યો ઈ-મેઈલ મોકલનાર મુખ્ય આરોપીની ગાંધીનગરથી ધરપકડ થઈ હતી. ગાંધીનગરમાં પકડાયેલા આરોપીની પૂછપરછ દરમિયાન મળેલી વિગતો અને મહત્વપૂર્ણ ઈનપુટ્સના આધારે ગુજરાત પોલીસની ટીમ ઝારખંડ પહોંચી હતી. આ મામલે અત્યાર સુધીમાં બિહાર અને ઝારખંડમાંથી 2 આરોપીની અટકાયત કરવામાં આવી છે.