Gandhinagar News:ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં લંડન સ્થિત OneWeb કંપની અને રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેકનોલૉજી વિભાગ વચ્ચે ‘સેટેલાઈટ નેટવર્ક પોર્ટલ સાઈટ’ સ્થાપવા અંગે MoU કરવામાં આવ્યાં છે. MoU હસ્તાક્ષર કાર્યક્રમમાં વન વેબ ઇન્ડિયા કમ્યુનિકેશન પ્રા. લિ.ના ડિરેક્ટર રાહુલ વેટ્સ અને રાજ્યના સાયન્સ એન્ડ ટેકનોલૉજી વિભાગના સચિવ વિજય નેહરાએ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતાં. OneWeb ગુજરાતમાં રૂ.100 કરોડથી વધુના રોકાણથી ભારતનું પ્રથમ પ્રાઈવેટ સેટેલાઇટ નેટવર્ક પોર્ટલ સેટઅપ કરશે. 500થી વધુ રોજગાર સર્જનના અવસર મળશે.
વન વેબ દ્વારા ભારતમાં સ્થાપિત થનાર બે પ્રાઈવેટ ‘સેટેલાઈટ નેટવર્ક પોર્ટલ સાઈટ’ પૈકી એક ગુજરાતના મહેસાણા જિલ્લામાં સ્થપાશે. મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકામાં શરૂ થનાર આ સેટેલાઈટ નેટવર્ક પોર્ટલ સાઈટથી સરકાર, વ્યાપાર, ગ્રાહકો, શાળાઓ વગેરેને high-speed, low-latency અને affordable કનેક્ટિવિટી મળી રહેશે. તેમજ દેશમાં પોસાય તેવા દરે સતત અને સુરક્ષિત સેટેલાઇટ ઇન્ટરનેટ ઍક્સેસ પ્રદાન થશે.
ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત સમગ્ર ભારતના ગામડાઓ, જિલ્લા પંચાયતો સ્થાનિક વહીવટી સંસ્થાઓ, સરકારી વિભાગો વગેરેને પોસાય તે રીતે ઇન્ટરનેટ પૂરું પાડવા માટેનો આ એક પ્રતિષ્ઠિત અને અનોખો પ્રોજેક્ટ છે. તે અંતર્ગત વન વેબ દ્વારા ભારતમાં બે સેટેલાઈટ નેટવર્ક પોર્ટલ્સ (SNP) ગુજરાત અને તમિલનાડુ ખાતે ઊભા કરવામાં આવી રહ્યાં છે.
ગુજરાતના જોટાણા તાલુકાના કટોસણ અને તેજપુરા ખાતે ઊભું થનાર આ સેટેલાઈટ નેટવર્ક પોર્ટલ 2023માં શરૂ થશે, તેના ફેઝ-૧માં સંભવિત રૂ. 100 કરોડથી વધુનું રોકાણ થશે. તેમજ રાજ્યમાં અંદાજે ૫૦૦ જેટલી પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઊભી કરશે.સ્પેસ એક્સપ્લોરેશન અને સ્પેસ એનેબલ્ડ સર્વિસીસ ભવિષ્યમાં શહેરી અને પ્રાદેશિક વિસ્તારોનું વધુ સારું આયોજન, આપત્તિ વ્યવસ્થાપન, લોજિસ્ટિક્સ સર્વિસીસ, કુદરતી સંસાધનોનું મેપીંગ વગેરે ક્ષેત્રો તથા રાષ્ટ્રીય સુરક્ષા જેવા સ્ટ્રેટેજિક મહત્વના ક્ષેત્રમાં મહત્વની ભૂમિકા ભજવશે.
ઉલેલેખનીય છે કે, OneWeb લો અર્થ ઓરબિટ (LEO) સેટેલાઈટ કંપની છે, જે 648 જેટલા ઉપગ્રહો ધરાવે છે અને તેના દ્વારા ગ્લોબલ કમ્યુનિકેશન નેટવર્ક ઊભું કરવાનું લક્ષ્ય ધરાવે છે. વનવેબ વિષુવવૃત્તથી 36 હજાર કિમી ઉપર સ્થિત ભૂ-સ્થિર ઉપગ્રહોનો ઉપયોગ કરવાની પરંપરાગત પદ્ધતિને બદલે બ્રોડબેન્ડ ઇન્ટરનેટ ઍક્સેસ પ્રદાન કરવા માટે LEO ઉપગ્રહોનો ઉપયોગ કરે છે. આથી 500-700 ms ધરાવતી જીઓસિંક્રોનસ વિષુવવૃત્તીય ભ્રમણકક્ષા (GEO) આધારિત નેટવર્કની સરખામણીમાં 100 ms કરતાં ઓછી લેટન્સી ધરાવે છે અને સુરક્ષિત, સ્થિતિસ્થાપક અને મલ્ટિ-ડોમેન નેટવર્ક સેવા પૂરી પાડવા સક્ષમ છે.
સુરક્ષિત ગણાતી આ ટેકનોલૉજી હાલ યુરોપ અને કેનેડામાં કાર્યરત છે. ભારતમાં OneWeb એ મોબાઇલ નેટવર્ક ઑપરેટર્સને અને ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સને Cost-effective Mannerમાં ઉપગ્રહથી Connectivity Service પૂરી પાડવા ઇચ્છે છે.
