Bagless Day: વડસર સ્થિત કેન્દ્રીય વિદ્યાલયમાં 'બેગલેસ ડે' ઉજવાયો, વિદ્યાર્થીઓ 'ટાઈ એન્ડ ડાઈ' પ્રવૃતિમાં ભાગ લીધો

'બેગલેસ ડે'નો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં અનુભવ આધારિત શિક્ષણ, કૌશલ વિકાસ અને સર્જનાત્મકના માધ્યમથી આત્મવિશ્વાસ અને ટીમ વર્કને પ્રોત્સાહન આપવાનો છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 27 Jun 2026 07:34 PM (IST)Updated: Sat, 27 Jun 2026 07:34 PM (IST)
gandhinagar-news-kendriya-vidyalaya-afs-wadsar-celebrates-bagless-day-with-tiedye

Gandhinagar: વડસર સ્થિત પી.એમ.શ્રી કેન્દ્રીય વિદ્યાલય (Kendriya Vidyalaya AFS Wadsar) ખાતે આજ રોજ રાષ્ટ્રિય શિક્ષણ નીતિ (NEP 2020) અંતર્ગત બેગલેસ ડે (Bagless Day)ની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓએ સક્રિય ભાગ લીધો હતો.

આજે 'બેગલેસ ડે' નિમિત્તે વિદ્યાર્થીઓ માટે 'ટાઈ એન્ડ ડાઈ' (Tie And Dye) પ્રવૃતિનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં વિદ્યાર્થીઓને વિવિધ રંગો સાથે કાપડને ગાંઠ મારવાની પદ્ધતિઓ તેમજ રંગાઈની કલાત્મક પ્રક્રિયાઓ વિશે શીખવવામાં આવ્યું હતુ. જેમાં વિદ્યાર્થીઓ પોતાની સર્જનાત્મક્તા અને કલાત્મક્તા કુશળતાનું સુંદર પ્રદર્શન કર્યું હતુ. 

 

'બેગલેસ ડે'નો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને પુસ્તકોના ભારથી થોડો વિરામ આપીને અનુભવ આધારિત શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને સર્જનાત્કમ અભ્યાસ તરફ પ્રેરિત કરવાનો છે. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, ટીમ વર્ક અને નવીન વિચારશક્તિનો વિકાસ થાય છે.

naidunia_image

આ તકે શાળાના પ્રાચાર્ય શેખર જખોરિયાએ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અભિનંદન આપતા જણાવ્યું કે, નેશનલ એજ્યુકેશન પૉલિસી 2020ના ઉદ્દેશોને સાકાર કરવા માટે આવી પ્રવૃતિ ઉપયોગી છે. જે વિદ્યાર્થીઓમાં સર્જનાત્મક્તા, જીવન કૌશલ્યો, આત્મવિશ્વાસ અને સ્વાવલંબનની ભાવના વિકસાવવામા મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ કાર્યક્રમનું સફળ આયોજન શિક્ષકોના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.