Gandhinagar: ગુજરાત પોલીસ બેડામાં મોટા પાયે ફેરફાર, 68 PIને DySp તરીકે બઢતી આપવામાં આવી

આ તમામ બઢતીઓ ભવિષ્યમાં વહીવટી કારણોસર અથવા સિનિયોરિટીના પ્રશ્નો ઉપસ્થિત થાય તો 'લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ' ના સિદ્ધાંત મુજબ રિવર્ટ કરવાની શરતે આપવામાં આવી છે.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sat 20 Dec 2025 05:35 PM (IST)Updated: Sat 20 Dec 2025 05:35 PM (IST)
gandhinagar-news-home-department-notification-68-pi-promot-at-dysp-across-the-gujarat-658982
HIGHLIGHTS
  • પોલીસ વિભાગના 7 DySpની પણ બદલી કરાઈ

Gandhinagar: ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા આજ રોજ પોલીસ બેડામાં મોટા પાયે બઢતી અને બદલીના આદેશ જારી કરવામાં આવ્યા છે. આ મામલે ગૃહ વિભાગ દ્વારા ત્રણ અલગ-અલગ જાહેરનામા પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત 68 જેટલા પોલીસ ઈન્સ્પેક્ટર (PI)ને ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ ઑફ પોલીસ (DySp) તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે.

જે પૈકી હથિયારધારી 9 PI, બિનહથિયારધારી 47 જેટલા પોલીસ ઈન્સ્પેક્ટરને DySp તરીકે બઢતી આપવામાં આવી છે. આવી જ રીતે પોલીસના વાયરલેસ વિભાગમાં પણ 12 જેટલા PIને DySp તરીકે બઢતી આપવામાં આવી છે. આ સાથે જ વર્ગ-1ના પણ 7 જેટલા DySpની ટ્રાન્સફર કરવામાં આવી છે.

મહત્વની શરતો અને સૂચનાઓ

  • આ તમામ બઢતીઓ ભવિષ્યમાં વહીવટી કારણોસર અથવા સિનિયોરિટીના પ્રશ્નો ઉપસ્થિત થાય તો 'લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ' ના સિદ્ધાંત મુજબ રિવર્ટ કરવાની શરતે આપવામાં આવી છે.
  • તપાસની ચકાસણી: હાજર થતા પહેલા જે-તે અધિકારી સામે કોઈ ખાતાકીય તપાસ કે ફોજદારી કેસ પડતર નથી, તેની ખાતરી પોલીસ મહાનિદેશક કચેરીએ કરવાની રહેશે.
  • તાત્કાલિક અમલ: તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી છૂટા કરી નવી જગ્યાએ હાજર થવા આદેશ કરવામાં આવ્યો છે.