Gandhinagar News:રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની લોકભવન ખાતે શુભેચ્છા મુલાકાત

Gandhinagar News:ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પ્રસંગે રાજ્યપાલ મુખ્યમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sun, 30 Aug 2026 11:27 PM (IST)Updated: Sun, 30 Aug 2026 11:27 PM (IST)
gandhinagar-news-governor-acharya-devvratji-meets-chief-minister-bhupendra-patel-at-lok-bhavan

Gandhinagar News:ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પ્રસંગે રાજ્યપાલ મુખ્યમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

આ મુલાકાત દરમિયાન રાજ્યપાલ અને મુખ્યમંત્રી વચ્ચે રાજ્યના સર્વાંગી વિકાસ, પ્રજાલક્ષી કલ્યાણકારી યોજનાઓના અમલીકરણ, જનકલ્યાણ તેમજ વિકાસલક્ષી વિવિધ મહત્વપૂર્ણ વિષયો પર સાર્થક ચર્ચા થઈ હતી.

રાજ્યમાં પ્રાકૃતિક ખેતીના વ્યાપ, પર્યાવરણ સંવર્ધન, શિક્ષણ ક્ષેત્રે નવીનતા, ગુજરાતના વિકાસને લગતા ભાવિ આયોજનો અને છેવાડાના નાગરિકો સુધી સરકારી યોજનાઓના લાભો પહોંચાડવાની કામગીરી અંગે આ મુલાકાત દરમ્યાન વિસ્તૃત સંવાદ થયો હતો.