GMC Election 2026, Congress Candidates List: ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણી માટે ગુજરાત કોંગ્રેસે તેના સત્તાવાર 19 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (GPCC) દ્વારા 24 સપ્ટેમ્બર, 2026ના રોજ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની સૂચના અનુસાર જાહેર કરેલી ઉમેદવારોની યાદીમાં OBC, પાટીદાર, દલિત અને મહિલા ચહેરાઓને પ્રાધાન્ય આપીને ચૂંટણી માટે શંખનાદ કર્યો છે.
વોર્ડ અનુસાર કોંગ્રેસના ઉમેદવારોની સંપૂર્ણ યાદી
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ વિજય દવે દ્વારા જારી કરાયેલ યાદી મુજબ વોર્ડ નંબર 1, 3, 8, 9 અને 10 પર કુલ 19 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે.
ગાંધીનગર મહાનગરપાલિકા: વોર્ડ નંબર-1
- બેઠક નંબર 1 (પછાતવર્ગ-મહિલા): જલ્પાબેન અનિલસિંહ ઠાકોર
- બેઠક નંબર 2 (સામાન્ય-મહિલા): સુનિતાબેન સંજયકુમાર પટેલ
- બેઠક નંબર 3 (સામાન્ય): રવિન્દ્રકુમાર છોટાલાલ ત્રિવેદી
- બેઠક નંબર 4 (સામાન્ય): નંદુભાઈ રમણભાઈ પટેલ
ગાંધીનગર મહાનગરપાલિકા: વોર્ડ નંબર-3
- બેઠક નંબર 1 (અનુસૂચિત જાતિ-મહિલા): હેતલ હેનીશ રાઠોડ
- બેઠક નંબર 2 (સામાન્ય-મહિલા): શિવાની સતિષકુમાર શાહ
- બેઠક નંબર 3 (પછાતવર્ગ): મનાલી રૂપેશ મોદી
- બેઠક નંબર 4 (સામાન્ય): મહેન્દ્રસિંહ સતુભા ચાવડા
ગાંધીનગર મહાનગરપાલિકા: વોર્ડ નંબર-8
- બેઠક નંબર 1 (પછાતવર્ગ-મહિલા): આશાબેન જશુભાઈ ઠાકોર
- બેઠક નંબર 2 (સામાન્ય-મહિલા): દયાબેન દિનેશભાઈ પરમાર
- બેઠક નંબર 3 (પછાતવર્ગ):ચિરાગકુમાર પ્રતાપભાઈ ઠાકોર
- બેઠક નંબર 4 (સામાન્ય): ફેવિન ધીરેનકુમાર પટેલ
ગાંધીનગર મહાનગરપાલિકા: વોર્ડ નંબર-9
- બેઠક નંબર 2 (સામાન્ય-મહિલા): રંજનબેન અમરસિંહ રમલાવત
- બેઠક નંબર 3 (અનુસૂચિત જાતિ): અશ્વિનકુમાર દાનાભાઈ સુહાન
- બેઠક નંબર 4 (સામાન્ય): ધ્રુવ સીતારામભાઈ પટેલ
ગાંધીનગર મહાનગરપાલિકા: વોર્ડ નંબર-10
- બેઠક નંબર 1 (સામાન્ય-મહિલા): પલકબેન અજીતસિંહ ગોહિલ
- બેઠક નંબર 2 (સામાન્ય-મહિલા): વૈશાલીબેન પ્રિતીકકુમાર પરમાર
- બેઠક નંબર 3 (પછાતવર્ગ): રમેશભાઈ ચેલાભાઈ દેસાઈ
- બેઠક નંબર 4 (સામાન્ય):ઉમેશકુમાર પ્રવીણભાઈ પટેલ
ગાંધીનગર મનપા ચૂંટણી માટે કોંગ્રેસની વ્યૂહરચના
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે સામાજિક સમતુલા જાળવવા અને પરંપરાગત વોટબેંક સાચવવાની સ્પષ્ટ વ્યૂહરચના બનાવી છે. કોંગ્રેસે પાટનગરના રાજકારણમાં પોતાના વિખરાયેલા જનાધારને પુનઃજીવિત કરવા માટે સ્થાનિક સ્તરે મજબૂત પકડ ધરાવતા કાર્યકરો અને જ્ઞાતિગત સમીકરણોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.
કોંગ્રેસની વ્યૂહરચના મુખ્યત્વે OBC અને મહિલા શક્તિને આગળ ધરીને મેદાન મારવાની દેખાઈ રહી છે. ઠાકોર સમાજ અને OBC મતદારોને આકર્ષવા માટે જલ્પાબેન ઠાકોર, આશાબેન ઠાકોર અને ચિરાગકુમાર ઠાકોર જેવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે. શહેરી મતદારો અને પાટીદાર સમુદાયને આકર્ષવા બનાવવા સુનિતાબેન પટેલ, નંદુભાઈ પટેલ, ફેનીલ પટેલ, ધ્રુવ પટેલ અને ઉમેશકુમાર પટેલ જેવા ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે.
દલિત અને અનુસૂચિત જાતિના પ્રતિનિધિત્વને મજબૂત કરવા માટે હેતલબેન રાઠોડ અને અશ્વિનકુમાર સુહાન જેવા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. આ ઉપરાંત, સવર્ણ અને અન્ય સામાન્ય બેઠક પર રવિન્દ્રકુમાર ત્રિવેદી, શિવાની શાહ, મહેન્દ્રસિંહ ચાવડા અને પલકબેન ગોહિલ જેવા ચહેરાને પસંદ કરવામાં આવ્યા છે.
