GMC Election 2026: ભાજપ દ્વારા 3 વોર્ડના 12 ઉમેદવારોની યાદી જાહેર, જુઓ કયા વોર્ડ પર કોણ ઉમેદવાર

ભાજપ દ્વારા ગાંધીનગર વોર્ડ નંબર 2, 4 અને 6 માટેના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 26 Sep 2026 09:28 AM (IST)Updated: Sat, 26 Sep 2026 09:28 AM (IST)
gandhinagar-municipal-corporation-election-2026-bjp-12-candidates-list
GMC Election 2026

GMC Election 2026, BJP Candidates List: ગાંધીનગર મહાનગરપાલિકા સામાન્ય ચૂંટણી 2026 અંતર્ગત ભારતીય જનતા પાર્ટી (BJP) ગુજરાત દ્વારા 25 સપ્ટેમ્બર, 2026 ના રોજ 3 વોર્ડના સત્તાવાર 12 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય શ્રી કમલમ, ગાંધીનગરથી જાહેર કરવામાં આવેલી આ યાદીમાં વોર્ડ નંબર 2, વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 6 માટેના ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી છે.

વોર્ડ મુજબ ભાજપના ઉમેદવારોની સંપૂર્ણ યાદી

ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી 2026 માટે ભાજપ પ્રદેશ અધ્યક્ષની સૂચના અનુસાર 3 વોર્ડના 12 ઉમેદવારોની વિગતવાર યાદી જાહેર કરવામાં આવી છે.

ગાંધીનગર મહાનગરપાલિકા: વોર્ડ નંબર 2

બેઠક નંબર 1: રીટાબેન અનિલભાઈ પટેલ

બેઠક નંબર 2: સોનલબેન મુકેશભાઈ પટેલ

બેઠક નંબર 3: સંજયભાઈ હેમંતભાઈ પટેલ

બેઠક નંબર 4: અંકિતકુમાર કરશનભાઈ ચૌધરી

ગાંધીનગર મહાનગરપાલિકા: વોર્ડ નંબર 4

બેઠક નંબર 1: ગીતાબેન દેવેન્દ્રભાઈ ચૌધરી

બેઠક નંબર 2: રેખાબેન કંચનભાઈ પટેલ

બેઠક નંબર 3: દીપકકુમાર રમેશભાઈ પટેલ

બેઠક નંબર 4: હસમુખભાઈ ભીખાભાઈ ચૌધરી

ગાંધીનગર મહાનગરપાલિકા: વોર્ડ નંબર 6

બેઠક નંબર 1: શ્વેતાબેન મુકેશભાઈ પ્રજાપતિ

બેઠક નંબર 2: કાંતાબેન રમેશભાઈ ચૌધરી

બેઠક નંબર 3: ગૌરાંગકુમાર હરેશભાઈ પટેલ

બેઠક નંબર 4: રમેશભાઈ ભીખાભાઈ પરમાર