ગાંધીનગર: કોબા સર્કલ પર ટર્નિંગ બંધ, કમલમથી કોબા સુધી RCC ની બે લેન બનશે, 1.50 લાખ વાહનો માટે 'કેપ્સ્યુલ યુ-ટર્ન' અમલી બનશે

ગાંધીનગરના કોબા સર્કલ પર ટ્રાફિક ઘટાડવા ટર્નિંગ બંધ કરી કેપ્સ્યુલ યુ-ટર્ન અમલી બનશે. કમલમથી કોબા સુધી RCCની બે લેન બનશે અને રોજના 1.50 લાખ વાહનોને રાહત મળશે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 20 Sep 2026 08:02 AM (IST)Updated: Sun, 20 Sep 2026 08:02 AM (IST)
gandhinagar-koba-circle-turning-closed-capsule-u-turn-kamalam-koba-rcc-road
AI Generated image

Gandhinagar News: ગાંધીનગર એરપોર્ટ રોડ પર સતત વધતા ટ્રાફિકનું ભારણ ઘટાડવા અને વાહનચાલકોને સુગમ કનેક્ટિવિટી આપવાના હેતુથી ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે.

કોબા સર્કલ પર રોજેરોજ સર્જાતી ટ્રાફિક જામની જટિલ સમસ્યાના કાયમી ઉકેલ માટે ફ્લાયઓવર બ્રિજ બનાવવાનો નિર્ણય લેવાયો છે. જોકે, બ્રિજ નિર્માણમાં સમય લાગે તેમ હોવાથી ત્વરિત રાહત આપવા માટે સર્કલ પર ટર્નિંગ બંધ કરી કેપ્સુલ યુ ટર્ન સિસ્ટમ અમલી બનાવવામાં આવશે, આ યોજના માટે સરકાર તરફથી વહીવટી મંજૂરી પણ આપી દેવામાં આવી છે.

દૈનિક 1.50 લાખ વાહનોની અવરજવર

ગાંધીનગર સ્થિત કોબા સર્કલ એ શહેરનો એક મુખ્ય જંકશન પોઈન્ટ છે, જ્યાં કુલ 5 હાઈવે માર્ગો ભેગા થાય છે .આ સર્કલ પરથી દરરોજ સરેરાશ 1.50 લાખથી વધારે વાહનો પસાર થાય છે. સર્કલ ક્રોસ કરતી વખથે વાહનો સામસામે આવી જતાં હોવાથી અવારનવાર ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. આ સમસ્યા અટકાવવા માટે જ્યાં સુધી ઓવરબ્રિજ ન બને ત્યાં સુધી કેપ્સ્યુલ આકારની યુ ટર્ન પદ્ધતિથી વાહનોનું સિગ્નલ ફ્રી ડાયવર્ઝન કરવામાં આવશે,.

નવા યુ ટર્ન સિસ્ટમ પ્રમાણે વાહનોના રુટ

બ્રિજ બનીને તૈયાર ન થાય ત્યાં સુધી આ સિસ્ટમ કાર્યકર રહેશે. તેમ અડાલજથી કોબા થઈ અમદાવાદ જતાં વાહનોએ સર્કલ પહેલા ગાંધીનગર તરફ વળીને 200 મીટર સુધી આવી કમલમ પાસેના કટથી યુટર્ન લઈને અમદાવાદ શહેર કે તપોવન સુધી જવાનું રહેશે,જ્યારે ગાંધીનગર શહેરથી તપોવન સર્કલ જતાં વાહનોએ કોબા સર્કલથી સીધા ભાટ-એપોલો સર્કલ થઈને વળાંક લેવો પડશે. અથા તો રીંગ રોડથી થઈને તપોવન સર્કલ તરફથી જઈ શકાશે.

ઓવર બ્રિજ બનતાં 3 વર્ષ લાગશે

કોબા સર્કલ પર ઓવરબ્રિજની ડિઝાઈન અને વહીવટી પ્રક્રિયા ઝડપથી પૂરી કરવામાં આવે તોપણ તેમા નિર્માણમાં અંદાજે 3 વર્ષનો સમય લાગી શકે. આ સમગાળા દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા સુયોગ્ય રીતે જળવાય તે માટે કોબા સર્કલથી કમલમ કટ સુધીના 200 મીટરના અંતરમાં રસ્તાની બંને બાજુ 7.5 મીટરની વધારાની આરસીસી લેન બનાવવામાં આવશે, આ કામગીરી પૂરી થતાં જ હાલનો સીક્સ લેન રોડ 8 લેન પહોળો થઈ જશે.