ગાંધીનગરમાં ખેડૂતના બેન્ક ખાતામાંથી લાખોની રકમ ગાયબ, જાણો શું છે મામલો

ગાંધીનગરના ખોડિયારનગર ગામના એક ખેડૂત સાથે ઓનલાઈન છેતરપિંડી થઈ છે. જે અંગે અડાલજ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 11 Sep 2026 10:37 AM (IST)Updated: Fri, 11 Sep 2026 10:37 AM (IST)
gandhinagar-farmer-loses-2-45-lakh-in-echallan-cyber-fraud

Gandhinagar News: ગાંધીનગર જિલ્લામાં આવેલા ખોડિયારનગર ગામે રહેતા એક ખેડૂત સાથે કેટલાક ભેજાબાજોએ ઓનલાઈન છેતરપિંડી આચરી છે. આરોપીઓએ ખેડૂતને ટ્રાફિક લિંક ઈ ચલણની લિંક મોકલતાં બેન્કના ખાતામાંથી લાખોની રકમ ઉડી જતાં ખેડૂતે તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ખેડૂતના ફોનમાં ઇ ચલણ ભરવાનો મેસેજ

મળતી માહિતી મુજબ, ખોડિયારનગર ખાતે રહેતા ખેડૂતને ગત 31 ઓગસ્ટના રોજ મોબાઇલ પર ટ્રાફિક ઇ ચલણ ભરવા અંગેનો એક મેસેજ આવ્યો હતો. ખેડૂચે જેવો જ મેસેજમાં આપેલી લિંક પર ક્લિક કરતાં તેઓ આરોપીઓની જાળમાં ફસાઇ ગયા હતા.ખેડૂતના મોબાઈલમાં એક એપ્લિકેશન ઓટોમેટિક ડાઉનલોડ થઈ ગઈ હતી.

બેન્કના ખાતામાંથી રકમ ઉપડી

આરોપીઓએ ચાલાકીપૂર્વક ખેડૂતના બેન્ક અને મોબાઈલનો એક્સેસ મેળવી લીધો હતો. ખેડૂતના બે બેન્કના ખાતામાંથી સાયબર ઠગોએ કુલ 2.45 લાખથી વધુની રકમ ઉડાવી દીધી હતી. જ્યારે ખેડૂતને પૈસા ઉપડી ગયાનો મેસેજ આવ્યો તો. તેમણે જાણ્યું કે, કોઈ અજાણ્યા ખાતાઓમાં તેંમના પૈસા ટ્રાન્સફર થઈ ગયા છે.

ખેડૂત તાત્કાલિક અડાલજ પોલીસ મથકે પહોંચ્યા હતા અને અજાણ્યા આરોપીઓ સામે ગુનો નોંધાવ્યો છે. હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલી રહી છે.