આપણું ગાંધીનગર, આપણો સંકલ્પ... આગામી 5 વર્ષમાં કેવું બનશે આપણું આદર્શ ગાંધીનગર? જાણો ભાજપનું વિઝન

ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી 2026 માટે BJPનું સંકલ્પ પત્ર બહાર પાડવામાં આવ્યું. સ્માર્ટ રોડ, AI ટેક્નોલોજી, અને મફત સુવિધાઓના મોટા વાયદા.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 08 Oct 2026 07:27 PM (IST)Updated: Thu, 08 Oct 2026 07:35 PM (IST)
gandhinagar-bjp-manifesto-2026-blueprint-for-smart-city

Gandhinagar BJP Sankalp Patra 2026: ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી - 2026 માટે ભારતીય જનતા પાર્ટીનું 'સંકલ્પ પત્ર' (મેનિફેસ્ટો) બહાર પાડવામાં આવ્યું છે, જેનું મુખ્ય સૂત્ર "આપણું ગાંધીનગર, આપણો સંકલ્પ" છે. આ દસ્તાવેજમાં આગામી 5 વર્ષમાં ગાંધીનગરને એક સ્માર્ટ, આધુનિક, સ્વચ્છ, સુરક્ષિત અને આત્મનિર્ભર 'આદર્શ ગાંધીનગર' તરીકે વિકસાવવાનું વિઝન રજૂ કરવામાં આવ્યું છે.

આ સંકલ્પ પત્રના મુખ્ય મુદ્દાઓ અને વિકાસના આયોજનો નીચે મુજબ છે-

આધુનિક માળખાગત સુવિધાઓ અને સ્માર્ટ રોડ્સ

ટ્રાફિક અને રોડ નેટવર્ક: ગાંધીનગરના રસ્તાઓને આધુનિક ઓળખ આપવા માટે ચ-રોડને આઇકોનિક રોડ તરીકે વિકસાવવામાં આવશે.

સ્માર્ટ રોડ્સ: રોડ નંબર-2 અને રોડ નંબર-3 તેમજ ઘ-7થી પેથાપુર સુધીના માર્ગને સ્માર્ટ રોડ તરીકે વિકસાવવામાં આવશે. સેક્ટરના એપ્રોચ રોડનું આધુનિકીકરણ અને તબક્કાવાર CC રોડમાં રૂપાંતર કરવામાં આવશે.

ટેક્નોલોજી: ટ્રાફિક સિગ્નલ સંપૂર્ણપણે AI આધારિત હશે. ખ-2થી વાવોલ ઓવરબ્રિજ અને ક-7થી રાંધેજા તરફના ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય આગળ ધપાવવામાં આવશે.

સેક્ટરનું બ્યુટીફિકેશન અને સ્ટ્રીટ લાઇટ

થીમ બેઝ્ડ ડિઝાઇન: ગાંધીનગરના દરેક સેક્ટરને આગવી ઓળખ આપવા માટે Theme Based Urban Design વિકસાવવામાં આવશે, જેમાં આકર્ષક પ્રવેશદ્વારો અને સ્ટ્રીટ ફર્નિચર તૈયાર થશે.

આધુનિક લાઇટિંગ: સેક્ટર-1 અને સેક્ટર-19માં સ્ટ્રીટ લાઇટ પોલ બદલવામાં આવશે તથા ઊર્જા કાર્યક્ષમ લાઇટિંગ દ્વારા શહેર સુરક્ષિત બનાવાશે.

સ્માર્ટ ગાંધીનગર: શિક્ષણ, એઆઈ (AI) અને ટેક્નોલોજી

AI અને રોબોટિક્સ: ગાંધીનગરને નોલેજ ઇકોનોમી કેન્દ્ર બનાવવા માટે મહાનગરપાલિકા સંચાલિત શાળાઓમાં AI લેબ, સ્માર્ટ ક્લાસરૂમ, ડિજિટલ લર્નિંગ અને STEM આધારિત શિક્ષણને પ્રોત્સાહન અપાશે.

રોબોટિક્સ સ્પોર્ટ્સ: નવી પેઢી માટેરોબોટ-આધારિત રમતગમત સુવિધા વિકસાવવામાં આવશે.

ડેટા સેન્ટર: ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવા ડેટા સેન્ટરના વિકાસને પ્રોત્સાહન અપાશે.

naidunia_image

યુવાનો અને શિક્ષણ (લાઇબ્રેરી સુવિધાઓ)

નમો લાઈબ્રેરી (Namo Library): વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો માટે આધુનિક અભ્યાસ સુવિધાઓ ઊભી કરાશે.

ગામેગામ પુસ્તકાલય: મહાનગરપાલિકામાં સમાવિષ્ટ તમામ ગામોમાં વાંચન સુવિધા વિકસાવવામાં આવશે.

રમતગમતનું ગાંધીનગર

સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ: કોમનવેલ્થ ગેઈમ્સના સંદર્ભમાં આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું આયોજન, રાંધેજામાં ક્રિકેટ સ્ટેડિયમ અને પેથાપુરમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું નિર્માણ કરાશે.

મહિલા સ્વાસ્થ્ય: મહિલાઓના સ્વાસ્થ્ય માટે ખાસ અલાયદા જીમ વિકસાવવામાં આવશે.

સંસ્કૃતિ, કલા અને પર્યટન

સિટી સેન્ટર અને ટાઉનહોલ: સંગીત, નાટ્ય અને નૃત્ય માટે પર્ફોમિંગ આર્ટ્સ ફેસિલિટી સાથે આધુનિક સિટી સેન્ટર અને ટાઉન હોલ વિકસાવવામાં આવશે.

ઘ-5 ઓપન એર થિયેટર: મીના બજારના પુનઃવિકાસ સાથે ઘ-5 ઓપન એર થિયેટરને વધુ આકર્ષક બનાવાશે.

ટૂરિઝમ: 'ગાંધીનગર શહેરી દર્શન' માટે થીમ બેઝ્ડ ડબલ-ડેકર AC બસ સેવા શરૂ થશે. હેરિટેજ સાઈટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ અંબાપુર વાવનો વિકાસ કરવામાં આવશે.

હરિયાળું ગાંધીનગર અને પર્યાવરણ

સેક્ટર-1 તળાવનું પુનઃવિકાસ: તળાવ પર વોક-વે, લેન્ડસ્કેપિંગ અને નાગરિકો માટે મનોરંજનની સુવિધાઓ વિકસાવવામાં આવશે.

મુખ્ય માર્ગો પર થીમ આધારિત પ્લાન્ટેશન અને હરિયાળું સૌંદર્ધીકરણ કરાશે.

ગ્રામીણ અને સર્વસમાવેશી વિકાસ

ગોકુળપુરા, ફતેપુરા, આદીવાડા અને કુબેરનગર જેવા વિસ્તારોમાં શહેર જેવી જ રસ્તા, પાણી, ગટર અને સ્ટ્રીટ લાઇટ જેવી સુવિધાઓ વિકસાવવામાં આવશે.

શ્રમિકો માટે 'લેબર ચોક' અને રાંધેજામાં 'કોમ્યુનિટી હોલ'નું નિર્માણ થશે.

નાગરિક સુવિધાઓ, આરોગ્ય અને પશુ કલ્યાણ

ઝોનલ ઓફિસો: વહીવટી વિકેન્દ્રીકરણ માટે ઝોનલ ઓફિસ વિકસાવવામાં આવશે જેથી નાગરિકોને સરળતાથી સેવાઓ મળે.

ફૂડ સેફ્ટી: ખાધ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા માટે મોબાઈલ ફુડ સેફ્ટ ટેસ્ટીંગ વાનની વ્યવસ્થા કરાશે.

પશુ હોસ્ટેલ અને હોસ્પિટલ: રખડતા અને બીમાર પશુઓ માટે આધુનિક Animal Hospital તથા પશુઓના સન્માનજનક અંતિમ સંસ્કાર માટે યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવશે.