ગાંધીનગર વાહનચાલકો ધ્યાન આપે! બાલાપીર ચાર રસ્તા પાસે Y શેપ બ્રિજના કારણે નવો ટ્રાફિક ડાયવર્ઝન, આ રસ્તો થયો બંધ

ગાંધીનગરમાં બાલાપીર ક્રોસ રોડ પર Y શેપ બ્રિજના કામને લીધે મુખ્ય રસ્તો બંધ કરાયો. પોર ગામથી ગાંધીનગર આવતા વાહનચાલકોએ 1 કિમીનો ફેરો મારવો પડશે, જાણો નવો રૂટ.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Mon, 28 Sep 2026 08:27 AM (IST)Updated: Mon, 28 Sep 2026 08:27 AM (IST)
gandhinagar-balapir-cross-road-bridge-work-traffic-diversion-route

Gandhinagar News: ગાંધીનગર શહેરમાં બાલાપીર ક્રોસ રોડ પાસે Y શેપનો નવા બની રહેલા બ્રિજ નિર્માણને લીધે વાહનવ્યવહારમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. બ્રિજની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે મુખ્ય રસ્તા પર પતરા લગાવીને માર્ગ બંધ કરી દેવાયો છે. જેના પગલે હવે પોર ગામ તરફથી ગાંધીનગર આવતા વાહનચાલકોની મુશ્કેલીમાં ઘણો વધારો થયો છે.

પોર ગામથી આવતા વાહનચાલકો માટે રુટ

નવી ટ્રાફિક વ્યવસ્થા પ્રમાણે, પોર ગામ તરફથી આવતા વાહનો હવે સીધા ગાંધીનગર તરફ પ્રવેશ કરી શકશે નહીં. પરંતુ પોર ગામ તરફથી વાહનો માટે ડાબી તરફ એટલે ઝુંડાલ તરફ જવાનો રસ્તો ખુલ્લો મુકાયો છે. ગાંધીનગર તરફ જવા માંગતા વાહનચાલકોએ ઝુંડાલ સર્કલને બદલે અડાલજ ગામ તરફ જવાનું રહેશે, ત્યાંથી કલોક તરફ જતાં રસ્તા પર આગળ વધીને યુટર્ન લઈને ગાંધીનગર તરફ આવી શકાશે.

વાહનચાલકોને 1 કિમીનો ફેરો

નવા ટ્રાફિક ડાયવર્ઝનને લીધે પોર ગામથી તરફથી ગાંધીનગર આવતા ગાડીચાલકો અને દૈનિક ધંધો રોજગાર અને અભ્યાસ અર્થે આવતા મુસાફરોને 1 કિમીનો વધારાનો ફેરો મારવો પડશે, હાલમાં બાલાપીર ચાર રસ્તા પાસે મેઇન માર્ગ સંપૂર્ણ બંધ હોવાથી વાહનવ્યવહાર માટે માત્ર સર્વિસ રોડનો જ ઉપયોગ કરાઈ રહ્યો છે. તેમજ દૈનિક કામકાજ માટે ગાંધીનગર જતાં લોકોને સમયસર પહોંચવા માટે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની અપીલ કરાઈ છે.