Gujarat Govt-Starlink LoI: વિકસિત ભારત 2047 ના વિઝનને સાકાર કરવામાં ડિજિટલ ગવર્નન્સને અર્થતંત્રની બેકબોન ગણી શકાય. ડિજિટલ ભારતના સંકલ્પને ગુજરાતના ગ્રામીણ અંતરિયાળ સ્થળ સહિત રાજ્યવ્યાપી વિસ્તારવાની દિશામાં ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. એલોન મસ્કની સ્ટારલિંક અને ગુજરાત સરકાર વચ્ચે પરસ્પર સહયોગના લેટર ઓફ ઈન્ટેન્ટ (LoI) થયા છે.
સ્ટારલિંક અને ગુજરાત સરકાર વચ્ચે લેટર ઓફ ઈન્ટેન્ટ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે એલોન મસ્કની સ્પેસએક્સની સબસિડિયરી સ્ટારલિંક સેટેલાઇટ કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ અને ગુજરાત સરકાર વચ્ચે પરસ્પર સહયોગના લેટર ઓફ ઈન્ટેન્ટ (LoI) સંપન્ન થયા છે. આ તકે રાજ્ય સરકાર વતી ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપ અને સ્ટારલિંક વતી સ્ટારલિંક ઇન્ડિયાના હેડ પ્રભાકર જયકુમારે લેટર ઓફ ઈન્ટેન્ટની આપ-લે કરી હતી.
Happy to share that the Government of Gujarat has exchanged a Letter of Intent with @Starlink, a subsidiary of @SpaceX, to strengthen digital connectivity across the state.
— Bhupendra Patel (@Bhupendrapbjp) February 9, 2026
This LoI will enable high-speed satellite-based internet connectivity in remote, border, tribal and… pic.twitter.com/drHxCx3yCl
હાઈ-સ્પીડ સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ કનેક્ટિવિટી મળશે
આ લેટર ઓફ ઈન્ટેન્ટના પરિણામે રાજ્યમાં ડિજિટલ કનેક્ટિવિટી મિશન તથા સ્ટ્રેટેજિક પહેલથી અંતરિયાળ, છેવાડાના અને ઓછી ટેલિકોમ સુવિધા અને નેટવર્કની સમસ્યા ધરાવતા વિસ્તારોમાં હાઈ-સ્પીડ સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ LoI અન્વયે પાયલોટ પ્રોજેક્ટમાં કોમન સર્વિસ સેન્ટર (CSC), ઈ-ગવર્નન્સ સુવિધા, સરકારી શાળા, જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન નિયંત્રણ કક્ષ, પોર્ટ્સ અને વન્યજીવ અભયારણ્યો સહિતના વિસ્તારોને જોડવાનું આયોજન છે. ગુજરાતની GIDCના ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, હાઈવે સેફટી સિસ્ટમ્સ, મેરીટાઇમ-પોર્ટ કનેક્ટિવિટી તેમજ કોસ્ટલ પોલીસ ઓપરેશનમાં પણ કનેક્ટિવિટી વધુ મજબૂત કરવાના વિષય આવરી લેવામાં આવ્યા છે.
રિલાયેબલ ડિજિટલ સર્વિસ ડિલીવરી
નર્મદા અને દાહોદ જેવા જિલ્લા સહિત રાજ્યના આદિવાસી વિસ્તારમાં ડિજિટલ ઇન્ક્લુઝન માટે મહત્વપૂર્ણ પગલું બનશે. આ લેટર ઓફ ઈન્ટેન્ટનું (LoI) અમલીકરણ થવાથી જિલ્લામાં પોલીસ આઉટ પોસ્ટ, આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, વન્યજીવ મોનિટરિંગ અને કૃષિ સંશોધન કેન્દ્રો માટે મજબૂત કનેક્ટિવિટી દ્વારા સિક્યુરિટી અને સ્ટેબિલિટી વધવા સાથે રિલાયેબલ ડિજિટલ સર્વિસ ડિલીવરી પણ સુનિશ્ચિત થશે.
આ પણ વાંચો: ગુજરાત પોલીસ વિભાગમાં હવે નિરીક્ષક અધિકારી; 35 SP નું મોનીટરીંગ કરશે, મહિને બે વાર રૂબરૂ મુલાકાત
સ્માર્ટ કનેક્ટિવિટીથી ટેલિ-મેડિસિન સુવિધા સુધી
આ પહેલ અંતર્ગત રાજ્યની શાળાઓમાં શિક્ષણ માટે સ્માર્ટ કનેક્ટિવિટી તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં (PHC) આરોગ્ય સુખાકારીની સેવાઓ અને ટેલિ-મેડિસિન સુવિધાઓ સરળતા અને ઝડપથી ઉપલબ્ધ થશે. સાથોસાથ વિવિધ સરકારી એજન્સીઓ, વિભાગો, શાળાઓ અને ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમના કેપેસિટી બિલ્ડીંગ માટે સંયુક્ત તાલીમ કાર્યક્રમનું ભવિષ્યમાં આયોજન કરી શકાશે.
જોઈન્ટ વર્કિંગ ગ્રુપની રચના થશે
રાજ્યમાં સીમલેસ અને ઇઝી કનેક્ટિવિટીની જરૂરિયાતોના સંદર્ભમાં આ લેટર ઓફ ઈન્ટેન્ટના અસરકારક અમલીકરણ માટે રાજ્ય સરકાર અને સ્ટારલિંકના પ્રતિનિધિઓની જોઈન્ટ વર્કિંગ ગ્રુપની રચના કરવામાં આવશે. આ સંયુક્ત પ્રોજેક્ટનો અમલ આવનારા ભવિષ્યમાં રાજ્યની ડિજિટલ સેવાઓને વધુ વ્યાપક બનાવવામાં માઈલસ્ટોન સાબિત થશે.
