Dinesh Bambhania: GPSC દ્વારા રદ કરાયેલા ડ્રગ્સ ઈન્સ્પેક્ટરના ઈન્ટરવ્યૂ અંગે દિનેશ બાંભણિયાનું મોટું નિવેદન, કહ્યુંઃ હસમુખ પટેલનો આ નિર્ણય…

આ જ વાત અંગે પાટીદાર નેતા દિનેશ બાંભણીયાએ હસમુખ પટેલની પ્રશંસા કરતા કહ્યું છે કે, પરીક્ષા રદ્દ કરવામાં આવી છે તે આવકારદાયક છે.

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Mon, 19 May 2025 03:39 PM (IST)Updated: Mon, 19 May 2025 03:39 PM (IST)
dinesh-bambhania-reacts-to-gpscs-cancellation-of-drug-inspector-interview

GPSC Drug Inspector Interview Cancelled: GPSC દ્વારા ગઈકાલે સાંજે એક અગત્યનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું કે ડ્રગ્સ ઇન્સ્પેક્ટરના જે ઇન્ટરવ્યુ છે તેને રદ્દ કરવામાં આવ્યા છે. આ જ વાત અંગે પાટીદાર નેતા દિનેશ બાંભણીયાએ હસમુખ પટેલની પ્રશંસા કરતા કહ્યું છે કે, પરીક્ષા રદ્દ કરવામાં આવી છે તે આવકારદાયક છે.

મહત્ત્વનું છે કે, ગઈકાલથી આયોગમાં ડ્રગ ઇન્સ્પેક્ટરના ઇન્ટરવ્યૂ શરૂ થયેલ છે. આજે સાંજે આયોગના ધ્યાન પર આવેલ છે કે ઇન્ટરવ્યૂના એક તજજ્ઞએ સરદારધામમાં મોક ઇન્ટરવ્યૂ લીધા હતા.‌ તેને ધ્યાનમાં લઇ આયોગે બે દિવસ લીધેલ ઇન્ટરવ્યૂ રદ કરેલ છે જે ઇન્ટરવ્યૂ ફરી લેવામાં આવશે તારીખ હવે જાહેર કરવામાં આવશે.

હસમુખ પટેલે સોશિયલ મીડિયામાં જણાવ્યું છે કે, ડ્રગ ઇન્સ્પેક્ટરના ઇન્ટરવ્યૂમાં એક તજજ્ઞ આ ભરતીના સરદાર ધામ ખાતે મોક ઇન્ટરવ્યૂમાં ગયેલાનું ધ્યાન માં આવતા લેવામાં આવેલા ઇન્ટરવ્યૂ રદ કરવા પડ્યા છે. ભવિષ્યમાં આવું ન થાય તે માટે પેનલ મેમ્બર્સનુ અગાઉથી લેખિતમાં આ અંગેનું ફોર્મ ભરાવવામાં આવશે. ડ્રગ ઇન્સ્પેક્ટર ઇન્ટરવ્યૂ વિશે વિગતવારની સૂચનાઓ ટૂંક સમયમાં વેબસાઈટ પર મૂકવામાં આવશે.

જીપીએસસીના એક્ઝામમાં જે ગઈકાલે હસમુખ પટેલ દ્વારા પરીક્ષા રદ્દ કરવામાં આવી છે તે આવકારદાયક છે. ગુજરાતના પબ્લિક સર્વિસ કમિશનના ઉત્તમ ઉદાહરણ પેટે આ એક નિર્ણય છે. કારણ કે જ્યારે જ્યારે જીપીએસસીના ધ્યાનમાં કોઈપણ પ્રશ્નો આવ્યા છે ત્યારે આવી રીતે કોઈપણ એક્ઝામ રદ્દ કરીને પણ વિદ્યાર્થીઓને યોગ્ય ન્યાય આપવાનું પ્રમાણ આપવામાં આવ્યું છે. હસમુખ પટેલની સામે થયેલા આક્ષેપો આજે વામણા સાબિત થયા છે અને ખાસ કરીને આ નિર્ણય આવકારદાયક છે.