Gandhinagar News:રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની રાજભવન ખાતે શુભેચ્છા મુલાકાત

રાજ્યપાલએ નાયબ મુખ્યમંત્રીનું પુષ્પગુચ્છથી સ્વાગત અને શાલ ઓઢાડી સમ્માન કર્યું હતું, તેમજ પ્રકાશના પર્વ દિપોત્સવની શુભેચ્છાઓ પાઠવી હતી.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Sun 19 Oct 2025 10:43 PM (IST)Updated: Sun 19 Oct 2025 10:43 PM (IST)
deputy-chief-minister-harsh-sanghvis-congratulatory-call-on-governor-acharya-devvratji-at-raj-bhavan-623955

Gandhinagar News: ગાંધીનગર, રાજભવન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ શુભેચ્છા મુલાકાત કરી હતી. રાજ્યપાલએ નાયબ મુખ્યમંત્રીનું પુષ્પગુચ્છથી સ્વાગત અને શાલ ઓઢાડી સમ્માન કર્યું હતું, તેમજ પ્રકાશના પર્વ દિપોત્સવની શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ દેશમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રેરિત રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન, આત્મનિર્ભર ભારત, સ્વચ્છતા અભિયાન જેવા વિષયો પર નાયબ મુખ્યમંત્રીશ્રી સાથે ચર્ચા કરી હતી.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતમાં રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ, કાયદો અને વ્યવસ્થા તેમજ રમતગમત ક્ષેત્રે થઈ રહેલા ઉત્કૃષ્ટ માળખાકીય બદલાવથી રાજ્યપાલને માહિતગાર કર્યા હતા. આ અવસરે રાજ્યપાલએ ગ્રામ્ય અર્થતંત્રને વધુને વધુ મજબૂત બનાવવા સ્વદેશી અભિયાનને પ્રોત્સાહન મળી રહે તેવા પ્રયાસોને વેગ આપવા જણાવ્યું હતું.