Congress high command meeting: ટૂંક સમયમાં ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે. અત્યારથી જ આ મહત્વની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે ચૂંટણીની તૈયારીઓ અને ઉમેદવારોની પસંદગીને લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા દિલ્હી ખાતે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક દરમિયાન હાઈકમાન્ડે ગુજરાત પ્રદેશ નેતાઓને કેટલીક જરૂરી સૂચનાઓ આપી હતી.
પ્રદેશ નેતાઓ સાથે ખાસ બેઠક
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભામાં પક્ષના નેતા તુષાર ચૌધરી સહિતના આગેવાનો દિલ્હી ખાતે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે સાથે એક મહત્વની બેઠક યોજાઇ હતી.
ઉમેદવારોની પસંદગી પર ખાસ ભાર મૂક્યો
કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા આ બેઠકમાં પ્રદેશ નેતાઓને કેટલાક મહત્વપૂર્ણ સૂચનો કરવામાં આવ્યા હતા. જેમાં પાલિકા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, જે નેતાઓ તેમના જૂથના દાવેદારોને ટિકિટ આપવા માટે દબાણ કે ભલામણ કરે તો તેવા લોકોને તાબે ન થવા સૂચના આપી છે.
#WATCH | Delhi: Gujarat Congress chief Amit Chavda says, "After the Organisation Creation Campaign, the appointments of district officials in Gujarat that followed, and the subsequent expansion of the organisation at the district level, mandal level, and taluka level, have also… https://t.co/SppzKJPwL2 pic.twitter.com/xHS75FZBbN
— ANI (@ANI) February 19, 2026
વધુમાં, વારંવાર શકિત પ્રદર્શન કરીને પક્ષની છબીને ખરડવાનો પ્રયાસ કરતા નેતાઓને પણ ચૂંટણી માટે ટિકિટ આપવામાં અવગણવા કરવા માટેની સ્પષ્ટ સૂચના કોંગ્રેસ હાઈકમાન્ડે આપી છે.
આક્રમક નેતાઓની યાદી મંગાવી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાહુલ ગાંધીના ઓફિસ ઇન્ચાર્જ અને સાંસદ શશીકાંત સેંથિલે સતત બે દિવસ સુધી વિવિધ જિલ્લાઓ, શહેરના કોંગ્રેસ પ્રમુખોને રૂબરૂ બોલાવીને બેઠક યોજી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ અને સરકારી તંત્ર સામે આક્રમક રીતે ચૂંટણી લડી શકે તેવા નેતાઓની યાદી AICC ને મોકલવાની સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો: હર્ષ સંઘવીના હસ્તે નવજાત શિશુઓની સુરક્ષા માટે 11 નવી 'નિયોનેટલ એમ્બ્યુલન્સ'ને લીલીઝંડી અપાઈ
જનઆક્રોશ યાત્રાના આધારે તૈયાર રોડમેપ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓએ દિલ્હીમાં રાહુલ ગાંધી સહિતના નેતાઓ સાથેની બેઠકમાં જનઆક્રોશ યાત્રામાં સામે આવેલા સરકાર વિરોધી મુદ્દા અને લોકોની સમસ્યાના આધારે તૈયાર કરેલો રોડમેપ રજૂ કર્યો હતો. આ રોડ મેપના આધારે આગામી ચૂંટણી લડવામાં આવશે. ચૂંટણીમાં ઉમેદવાર પસંદ કરવા AICC દ્વારા સીધા જ નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવશે.
