Gandhinagar News:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર મહાનગરને વિવિધ વિકાસ કામોની રૂપિયા 1848 કરોડની ભેટ આપવા સાથે પીએમઇ બસ સેવા અંતર્ગત નવી 30 ઇ-બસોનું લોકાર્પણ એક નવતર અભિગમ અપનાવીને કર્યું હતું
તેમણે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા ગાંધીનગરના ધારાસભ્યો અને ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર તેમજ પદાધિકારીઓ સાથે સ્વયં ઇ-બસમાં સામાન્ય પેસેન્જરની જેમ મુસાફરી કરી હતી.
મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીએ આ ઈ-બસોને નગરજનોની સેવા માટે પ્રસ્થાન કરાવ્યા બાદ એક બસમાં સૌ સાથે બેસીને કાર્યક્રમ સ્થળેથી મંત્રીમંડળ નિવાસ સંકુલ સુધીની મુસાફરી આનંદ પ્રમોદ સાથે કરી હતી
આ મુસાફરી દરમિયાન શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શના બહેન વાઘેલા ,ગાંધીનગરના ધારાસભ્યો શ્રીમતી રીટાબેન પટેલ, અલ્પેશ ઠાકોર, મેયર મીરાબેન પટેલ, ડેપ્યુટી મેયર નટૂજી ઠાકોર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગ ભાઇ અને અન્ય પદાધિકારીઓ તથા શહેર સંગઠન પ્રમુખ ડોક્ટર આશિષ દવે અને પૂર્વ મેયરઓ પણ જોડાયા હતા
By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sun, 13 Sep 2026 12:15 AM (IST)Updated: Sun, 13 Sep 2026 12:15 AM (IST)
