Umesh Makwana News: આજે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતેથી માજી સૈનિકો દ્વારા એક યાત્રા રેલી કાઢવાની યોજના હતી. જોકે, આ યાત્રા શરૂ થાય તે પહેલા જ ગાંધીનગર પોલીસે કાર્યવાહી કરી હતી. માજી સૈનિકોના સભ્યો અને સૈનિકના પ્રમુખની આજે સવારે ગાંધીનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને તેમને નજરકેદ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, દરેક જિલ્લામાંથી ગાંધીનગર આવી રહેલા હજારો માજી સૈનિકોની પણ ધરપકડ કરવામાં આવી હતી.
માજી સૈનિકોની માંગણીઓ
માજી સૈનિકોની મુખ્ય માંગણીઓ સરકારી નોકરીઓમાં અનામત આપવાની અને ગુજરાતમાં તેમના માટે એક અલગ મંત્રાલય બનાવવાની હતી. ઉમેશ મકવાણાએ જણાવ્યું હતું કે, આ માંગણીઓ વ્યાજબી હતી, જેના કારણે તેમણે માજી સૈનિકોની આ યાત્રાને સમર્થન આપ્યું હતું. માજી સૈનિકો તેમની આ માંગણીઓ રજૂ કરવા માટે જ આજે યાત્રા કાઢવાના હતા.
ઉમેશ મકવાણાએ જણાવ્યું કે, આજે માજી સૈનિકો દ્વારા સત્યાગ્રહ છાવણી ખાતેથી યાત્રા રેલી કાઢવાની હતી. તેમાં મેં મારું સમર્થન જાહેર કર્યું હતું. આજે માજી સૈનિકો ના મેમ્બરો હોય કે સૈનિકના પ્રમુખ હોય તેઓની આજે સવારે ગાંધીનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને નજર કેદ કરવામાં આવ્યા છે.
તેમણે જણાવ્યું કે, દરેક જિલ્લામાંથી હજારો માજી સૈનિકો ગાંધીનગર આવી રહ્યા હતા. તેઓની ધરપકડ કરવામાં આવી છે. આને હું સતત શબ્દોમાં વખોડી રહ્યો છું. માજી સૈનિકો ને સરકારી નોકરીમાં અનામત આપવામાં આવે. ગુજરાતની અંદર અલગ મંત્રાલય બનાવવામાં આવે. માજી સૈનિકો ની આવી માંગણીઓ વ્યાજબી હતી. તેથી તેઓ આજે યાત્રા કરવાના હતા જેને મેં પણ સમર્થન આપ્યું હતું. હજારથી બે હજાર માજી સૈનિકોની ધરપકડ કરવામાં આવી છે તેને હું સખ્ત વખોડી રહ્યો છું.
