અંબાલાલ પટેલની આગાહી: દિવાળીએ રાજ્યમાં માવઠા થવાની શક્યતા, 24 ઓક્ટબરથી અનુભવાશે ઠંડી

તેમના જણાવ્યા મુજબ, આગામી 5થી 7 દિવસ દરમિયાન ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને પવન ફૂંકાશે તેવી વાત છે. 17 ઑક્ટોબરથી દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે.

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Sat, 11 Oct 2025 01:02 PM (IST)Updated: Sat, 11 Oct 2025 01:02 PM (IST)
ambalal-patels-prediction-there-is-a-possibility-of-frost-in-the-state-on-diwali-cold-will-be-felt-from-october-24
HIGHLIGHTS
  • 18 ઑક્ટોબરથી 30 ઑક્ટોબર સુધીમાં ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે અને ક્યાંક માવઠા જેવું થઈ જવાની શક્યતા રહે છે.
  • દિવાળીના તહેવાર દરમિયાન પણ હવામાનમાં પલટો આવે તેવી પૂરેપૂરી શક્યતા છે

Ambalal Patel Agahi, Gujarat Weather Forecast: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદ અને ઠંડીને લઈને આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ, આગામી 5થી 7 દિવસ દરમિયાન ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને પવન ફૂંકાશે તેવી વાત છે. 17 ઑક્ટોબરથી દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે. આ સાથે જ 17 અને 18 ઑક્ટોબરે રાજ્યના હવામાનમાં મોટો ફેરફાર થાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, લગભગ દિવાળીની આસપાસ એટલે કે 18 ઑક્ટોબરથી 30 ઑક્ટોબર સુધીમાં ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે અને ક્યાંક માવઠા જેવું થઈ જવાની શક્યતા રહે છે. આ વર્ષની શરૂઆતથી જ ગુજરાતના ભાગોમાં વાદળ વાયુ આવવાની શક્યતા રહે છે. તેમણે એવું પણ જણાવ્યું છે કે, દિવાળીના તહેવાર દરમિયાન પણ હવામાનમાં પલટો આવે તેવી પૂરેપૂરી શક્યતા છે અને કદાચ દિવાળીમાં લીધેલા ફટાકડા પલળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું પડે એવી સ્થિતિ જોવા મળી રહી છે.

વરસાદની વાત કરીએ તો, 18 ઑક્ટોબરથી 20 ઑક્ટોબર વચ્ચે બંગાળ સાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે અને ધીરે ધીરે ચક્રવાતનું સર્જન થઈ શકે છે. 18 ઑક્ટોબરથી 20-21 ઑક્ટોબર વચ્ચે અરબ સાગરમાં પણ વિચિત્ર હલચલ જોવા મળશે. પૂર્વીય દેશોમાંથી ટ્રાયફૂનના અવશેષો આવતા બંગાળ સાગર વધારે સક્રિય રહે છે. એમજીઓ મેડન જુલિયન ઓસીલેશનની સક્રિયતા થતા 18 ઑક્ટોબર બાદ દેશના હવામાનમાં પલટો આવતા રાજ્યના હવામાનમાં પલટો આવી શકે.

આ આગાહીમાં ઠંડીનો ચમકારો વહેલો શરૂ થવાની વાત કરવામાં આવી છે. 24 ઑક્ટોબરથી ઠંડીનો પહેલો ચમકારો શરૂ થવા જઈ રહ્યો હોવાની વાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. જોકે, 23 ઑક્ટોબરથી ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા પણ રહે છે. ધીરે ધીરે ગરમી ઘટતી જશે અને સાંજના વાતાવરણમાં કંઈક કંઈક ઠંડક થતી જશે. આ વખતે મીનો 3.4 વિસ્તારમાં પેરુનું જળવાયુ કંઈક ઠંડું થવાની શક્યતા રહેતા ગુજરાતમાં ભારે ઠંડીની શક્યતા રહે છે.

નવેમ્બર માસમાં પણ હવામાનમાં ઘણા પલટા આવશે. નવેમ્બરની શરૂઆતમાં ઉત્તર પર્વતીય વિસ્તારમાં હિમવર્ષાની શક્યતા જોવા મળી રહી છે, જેના કારણે ઠંડી વહેલી પડે તેવી શક્યતા છે. દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેતા ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે. 18 નવેમ્બરથી બંગાળ સાગરમાં ભારે વાવાઝોડું ફૂંકાવાની શક્યતા રહેશે, જેના કારણે ગુજરાતમાં હવામાનમાં પલટો આવી શકે છે. વળી, 23 અને 26 નવેમ્બર સુધી રાજ્યના હવામાનમાં પલટો આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. ડિસેમ્બર સુધીમાં ચક્રવાતોની ક્રિયા ચાલુ રહેવાની શક્યતા પૂરેપૂરી દેખાઈ રહી છે.