આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કલોલની પ્રાચી શાહને 97.33 ટકા આવ્યા હતા. પ્રાચી શાહે બોર્ડમાં ડંકો વગાડતા પરિવારમાં ખુશી છવાઈ ગઇ હતી. અનેક મહાનુભાવો, નેતાઓ પણ પ્રાચીને અભિનંદન પાઠવ્યા પહોચ્યા હતા. પ્રાચીના પિતાએ જણાવ્યું હતું કે, સમગ્ર બોર્ડમાં પ્રાચી પ્રથમ ક્રમે આવી છે. પ્રાચીએ જે મહેનત કરી છે તે રંગ લાવી છે.
પ્રાચીને સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાનમાં 100 માંથી 100 માર્ક પ્રાપ્ત થયા છે. જ્યારે ગણિત વિષયમાં 100 માંથી 99 માર્ક પ્રાપ્ત કર્યા છે. પ્રાચીને માત્ર ગુજરાત વિષયમ સૌથી વધુ 8 માર્ક કપાયા હતા. બાકીના 5 વિષયમાં 8 માર્ક એમ મળીને કુલ 16 માર્ક કપાયા છે. પ્રાચી દિવસના 5 થી 7 કલાક વાંચન કરતી હતી. ધોરણ 1 થી 9 સુધી તે સ્કૂલમાં ફર્સ્ટ આવતી હતી. ધોરણ 10 માં પણ 99.99 પર્સન્ટાઈથી પાસ થઈ છે.

પ્રાચીન પિતા અમિત શાહનું કહેવું છે કે સમગ્ર બોર્ડમાં મારી દીકરી પ્રથમ સ્થાને છે મારી દીકરીને 97.33 ટકા છે. મારી દીકરી કોઈ પણ પ્રકારના માનસિક તણાવ વિના પરીક્ષા આપી છે. પરીક્ષાની તૈયારી પણ માનસિક તણાવ વિના કરી હતી. નિયમિત 5 કલાક જેટલું વાંચન હતું.
રાજકોટના રુદ્ર ગામીએ 96.66 ટકા મેળવ્યા
રાજકોટના ખેડૂતપુત્ર રુદ્ર ગામીએ આજે ધોરણ 10માં 99.99 PR અને 96.66 ટકા મેળવી પોતાના માતા-પિતા અને શાળા સહિત સમગ્ર રાજકોટનું નામ રોશન કર્યું છે. રુદ્રના પિતા ખેતી કામ કરતા હોવા છતાં પણ દીકરાને ભણાવવા માટે રાજકોટ ખાતે ભાડાનું મકાન રાખી કારખાનામાં નોકરી કરી દીકરાને અભ્યાસ કરાવતા છે. રુદ્ર પર અભિનંદનની વરસાદ થઈ રહી છે. સામાન્ય પરિવારમાંથી આવેલ પુત્રએ બોર્ડમાં 99.99 પીઆર મેળવતા પરિવારમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે.

રુદ્રએ ગુજરાતી જાગરણ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ખૂબ સામાન્ય પરિવારમાંથી આવું છું. મારા પિતા ખેતી કામ કરતા હોવા છતાં મારા અભ્યાસ માટે રાજકોટમાં મકાન ભાડે રાખી રહેતા હતા. સાથે જ શાળા દ્વારા પણ મારી આર્થિક પરિસ્થિતિ ધ્યાને રાખી મને વિના મૂલ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું. મે શરૂઆતથી જ ખૂબ મહેનત કરી હતી. જેમાં શાળાના સમય ઉપરાંત ઘરે પણ સતત વાંચતો હતો. જ્યારે મુશ્કેલી પડી ત્યારે શાળાના શિક્ષકોએ પણ મને ખૂબ જ સપોર્ટ કર્યો છે.

રુદ્રના પિતા જીતેન્દ્રભાઈ ગામીએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, હું એક સામાન્ય પરિવારમાંથી આવું છું અને ખેતી કામ કરું છું અને રાજકોટમાં ખાનગી ઓફિસમાં નોકરી કરું છું. આજે મારા દીકરાએ 99.99 PR મેળવ્યા છે. હું આજે ખૂબ જ ખુશ છું.