Asiatic Lions Death Gujarat: ગુજરાતની શાન સમા એશિયાટિક સિંહોના મોતને લઈને ઘણા ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં પૂરા એક વર્ષમાં 28 જેટલા બાળસિંહો સહિત કુલ 62 જેટલા સિંહોના મોત થયા છે. જેની પાછળનું મુખ્ય કારણ સિંહોમાં થતી વિવિધ બિમારીઓ જવાબદાર છે, ગુજરાત વિધાનસભા ગૃહમાં 31 જુલાઇ 2026ની સ્થિતિના આંકડા રજૂ કરવામાં આવ્યા છે.
સિંહોના મોત પાછળ તબીબી કારણ
બીમારીથી મૃત્યુ પામેલા સિંહોના પીએમ કરાયા હતા. જેમાં સિંહોના મોત પાછળ ઘણા રોગો સામે આવ્યા છે . જેથા સિંહોમાં મૃત્યુદરનો વધારો થયો છે. કિડની ફેલ્યોર, એનિમિયા, મલ્ટી ઓર્ગન ડિસફંકશન ફેલ્યોર, એન્સિફાલિસિટ, ગેસ્ટ્રો એન્ટીરીટીસ, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ડિસઓર્ડર અન્ સેપ્ટીક શોક જેવી બિમારીઓથી મોત થયા હોવાનું ખુલ્યું છે.
સિંહોના મોત અંગે શું કહ્યું વન મંત્રીએ
ગુજરાત અને ગીર વિસ્તારમાં સિહોના વિવિધ બીમારીના લીધે મોત થયા તેના આંકડાની વાત કરીએ તો, . જેમાં 17 જેટલા નર સિંહ, 17 માદા અને 28 સિંહ બાળોનો સમાવેશ થાય છે. ગૃહમાં સિંહોમાં થતાં રોગને અટકાવવાની કાર્યવાહીનો સવાલ કરતાં વન મંત્રીએ જવાબ આપ્યો કે, એશિયાટિક સિંહોમાં થતાં રોગને અટકાવવા સિંહોને ડી-ટિકિંગ અને ડી-વોર્મિંગ કરવામાં આવ્ છે.
સિંહોના મોતને રોકવા કેવા પગલાં લેવાયા
વન મંત્રીના જણાવ્યા પ્રમાણે,સિંહોના લોહીના રિપોર્ટ લીધા બાદ તેને લેબોરેટરીમાં પૃથ્થકરણ કરવામાં આવે છે, નેસ વિસ્તારો અને રેવન્યુ ગામોના ઢોરઢાંખરમા રસીકરણની પ્રક્રિયા હાથ ધરાઇ છે. સિંહોને ત્વરિત સારવાર મળી રહે તે અંગે જરૂરી કામગીરી કરવામાં આવી છે. રેસ્ક્યુ સેન્ટરમાં તમામ માળખાકીય સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે.
સિંહો બિમાર થાય તો ત્વરિત સારવાર મળે તે હેતુથી લાયન્સ એમ્બ્યુલન્સ શરુ કરવામાં આવી છે. જામવાળા, સક્કરબાગ, સાસણ અને ઝાંઝરડા ખાતે વન્ય પ્રાણી સારવાર કેન્દ્રોની શરુઆત કરવામાં આવી છે. તેમજ સિંહોના સ્વાસ્થ્ય પર ટ્રેકર્સ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના ઓફિસરો દ્વારા નિરિક્ષણ કરવામાં આવે છે.
