સૌરાષ્ટ્રમાં સતત બીજા દિવસે કમોસમી કહેરઃ દ્વારકામાં ગાજવીજ સાથે તોફાની માવઠું, ખેડૂતોની ચિંતા વધી

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સૌરાષ્ટ્ર, ખાસ કરીને દ્વારકામાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ વરસ્યો છે. આનાથી ખેડૂતોના પાક અને ઘાસચારાને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે તેમની ચિંતામાં વધારો થયો છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 31 Oct 2026 05:08 PM (IST)Updated: Sat, 31 Oct 2026 05:08 PM (IST)
unseasonal-rain-in-saurashtra-heavy-thunderstorms-hit-dwarka-farmers-worried

Saurashtra Unseasonal Rain: છેલ્લા ત્રણેક દિવસથી ગુજરાતના હવામાનમાં નાટ્યાત્મક પરીવર્તન જોવા મળી રહ્યું છે. હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, લો પ્રેશર એરિયા સહિતની સિસ્ટમ સક્રિય થવાના કારણે શિયાળાના આગમન ટાણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં તો ચોમાસા જેવો માહોલ છવાઈ ગયો છે. કમોસમી વરસાદથી ખેડૂતોને પાક નુકસાનીનો ભય સતાવી રહ્યો છે, ત્યારે આજે સતત બીજા દિવસે પણ સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદ તૂટી પડ્યો છે.

ખાસ કરીને ચોમાસામાં વરસાદની ખેંચ અનુભવતા દેવભૂમિ-દ્વારકા જિલ્લામાં હવે શિયાળામાં વરસાદ વરસી રહ્યો છે. આજે દ્વારકા જિલ્લાના હવામાનમાં અચાનક પલટો આવતા ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો છે.

VIDEO: દિવાળી ટાણે બજારમાં માટીના અવનવા દીવડાઓની ધૂમ, સ્વદેશી કોડિયા ચાઈનીઝ લાઈટોને આપી રહ્યા છે ટક્કર

જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ તોફાની પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ તૂટી પડતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. દ્વારકા જિલ્લાના ભાડથર, કેશોદ, ચુર, રાજપરા અને ધતુરિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે માવઠું વરસ્યું છે.

ગ્રામ્ય વિસ્તારોમાં એકાએક ધોધમાર વરસાદના પગલે ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે. ખેતરમાં પડેલા પાક તેમજ પશુઓ માટે તૈયાર ઘાસચારાને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. એક તરફ ખેડૂતો પાકની ઉપજને સુરક્ષિત રાખવા માટે ચિંતિત બન્યા છે, તો બીજી તરફ કમોસમી વરસાદને કારણે તેમની મહેનત પર પાણી ફરી વળવાની આશંકા ઉભી થઈ છે.


જણાવી દઈએ કે, ગઈકાલે પણ સૌરાષ્ટ્રના ગીર ગઢડા, કોડીનાર, અમરેલી અને ખાંભા ગીર પંથકમાં દોઢ ઈંચ સુધીનો ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ સિવાય રાજકોટના પણ ગોંડલ અને જસદણ પંથકમાં વાતાવરણમાં પલટો નોંધાયો હતો.