Gujarat Rain Data: આજે સવારે 8 થી 10 વાગ્યા દરમિયાન એટલે કે છેલ્લા 2 કલાકમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 2 કલાકમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં પોણા પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે. આ સાથે જ કુલ 15 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ત્યારે જાણો આજે 10 વાગ્યા સુધીમાં ક્યાં કેટલો વરસાદ ખાબક્યો છે.
આજે સવારે 10 વાગ્યા સુધીમાં કુલ 94 તાલુકામાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જેમાં સૌથી વધુ કલ્યાણપુરમાં પોણા પાંચ ઈંચ, ગીર ગઢડા અને માણાવદરમાં સાડા ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. આ સાથે જ ઉપલેટામાં ઈંચ, કેશોદમાં ઈંચ, ઉમરપાડામાં ઈંચ, રાણાવાવમાં ઈંચ, કામરેજમાં ઈંચ, કુતિયાણામાં ઈંચ, વાપીમાં ઈંચ, માળિયા હાટિનામાં ઈંચ, જલાલપોરમાં ઈંચ, પલસાણામાં ઈંચ, નવસારીમાં ઈંચ, વાલિયામાં 42 મીમી, જુનાગઢ શહેક અને જુનાગઢ તાલુકામાં 40-40 મીમી વરસાદ ખાબક્યો છે.
આજે વહેલી સવારથી કુલ 29 તાલુકામાં 1 ઈંચ કરતા વધારે વરસાદ વરસી ચૂક્યો છે. મેઘરાજા સૌથી વધુ બેટિંગ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જ કરી રહ્યા છે.
