Gujarat Rain: દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાતાવરણમાં પલટો, કલ્યાણપુરમાં 2 કલાકમાં દોઢ ઈંચ વરસાદથી ખેતરો પાણી-પાણી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 28 Oct 2023 06:36 PM (IST)Updated: Sat, 28 Oct 2023 06:36 PM (IST)
gujarat-rain-1-5-inch-of-rain-in-kalyanpur-taluka-of-devbhumi-dwarka-district

Gujarat Rain: છેલ્લા 2 દિવસથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઠંડી-ગરમીના મિશ્ર માહોલના કારણે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો હતો. એવામાં આજે જિલ્લાના ગ્રામ્ય પંથકના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો.

આજે બપોરે કલ્યાણપુર તાલુકામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે આસપાસના ગામોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. જેમાં કલ્યાણપુર તાલુકાના ટંકારીયા, દેવળીયા, ચાચલાણા સહિતના અલગ-અલગ ગામોમાં હળવાથી લઈને ભારે વરસાદી ઝાપટા પડ્યા હતા.

naidunia_image

બપોરે 2 થી 4 વાગ્યા સુધીના બે કલાકના સમયગાળા દરમિયાન કલ્યાણપુર તાલુકામાં દોઢ ઈંચ (40 મિમી) જેટલો વરસાદ ખાબક્યો હોવાનું સરકારી ચોપડે નોંધાયું છે. બીજી તરફ કમોસમી વરસાદના કારણે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જ્યારે ખેતરોમાં પણ પાણી ફરી વળતા ખેડૂતોને ખેત ઉપજમાં નુક્સાનની ભીતિ સેવાઈ રહી છે. કેટલાક ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયા જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ હતી.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.