Devbhoomi Dwarka News: આજે કૃષ્ણનગરી દ્વારકામાં આશરે સાડા પાંચ હજાર વર્ષ પૂર્વે કૃષ્ણકાળમાં રમાયેલા અલૌકિકરાસના ભવ્ય ભૂતકાળનું પુનરાવર્તન થયું છે. રવિવારે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં 37 હજાર આહીરાણીઓ એક સાથે મહારાસરમી કરાયો છે. મહારાસને અનુલક્ષીને ભવ્ય પરંપરાની ઝાંખી રજૂ કરાઈ હતી. આજે 37 હજાર આહીરાણીના મહારાસનો ડ્રોન વીડિયો સામે આવ્યો છે. જેમાં મહારાસનું અલૌકિક દૃશ્ય જોવા મળી રહ્યું છે.
કૃષ્ણનગરી દ્વારકામાં રવિવારે વહેલી સવારે આશરે 37 હજાર જેટલા આહીર મહિલાઓ એક સાથે રાસ રમી અને વિશ્વ વિક્રમ સર્જ્યો છે. ત્યારે આજથી સમગ્ર દ્વારકા વિસ્તાર અને સાજ-શણગારથી દીપી ઉઠ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આહીરાણી મહારાસના આ ઐતિહાસિક આયોજનમાં ફક્ત દેવભૂમિ દ્વારકા કે ગુજરાત જ નહીં, પરંતુ દુબઈ, અમેરિકા, સાઉથ આફ્રિકા, કેનેડા સહિતના વિદેશના આહીરાણીઓ પણ આ રાસોત્સવમાં સહભાગી બની છે.
મહારાસને અનુલક્ષીને દ્વારકામાં આહીર સમાજ ઉમટી પડ્યો છે. કૃષ્ણનગરી અનેરા શણગારથી દીપી ઉઠી છે. જ્યારે જગત મંદિર રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. ગઈકાલે આહીર સમાજ દ્વારા વાજતે-ગાજતે જગત મંદિરે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. તેમાં હજારો લોકો ઉમટી પડ્યા હતા. જ્યારે મહારાસના સ્થળે પૂજનઅર્ચન યોજાયા હતા. રાત્રે લોકડાયરાએ અનેરી જમાવટ કરી હતી. ડાયરો માણવા માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.
દ્વારકામાં રુક્ષ્મણી મંદિર નજીક તૈયાર કરવામાં આવેલા વિશાળ પટાંગણમાં ગઈકાલે સાંજે સન્માન સમારોહ, પૂજન-અર્ચન, સમૂહ પ્રસાદ તથા રાત્રેમાધાભાઈઆહીર સહિતના કલાકારોના ભવ્ય લોકડાયરા ઉપરાંત આહીર બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલા સોસ્કૃતિક કાર્યક્રમોની રમઝટસાથેના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ગઈકાલ સાંજથી શરૂ થયેલા આહીરાણી મહારાસના કાર્યક્રમના પ્રારંભે આ સ્થળે બિઝનેસ એક્સપો અને હસ્તકલા ઉદ્યોગનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગઈકાલે સાંજે આહીર જ્ઞાતિના દાતાઓ, આગેવાનો, યુવાઓ, કાર્યકરોની ખાસ ઉપસ્થિતિમાં પૂજાવિધિનો પ્રારંભ થયો હતો. ભગવાન શ્રીકૃષ્ણને કેન્દ્રમાં રાખીને દ્વારકાપુરીમાં આહીરાણી મહારાસના કાર્યક્રમ ની શરૂઆત ભગવાન દ્વારકાધીશના જગત મંદિર પર ધ્વજા ચડાવીને કરવામાં આવી હતી.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
