VIDEO: અમેરિકાથી શ્રીકૃષ્ણના દર્શન કરવા આવેલા અમેરિકન ભક્તનું પર્સ ખોવાયું, દ્વારકા પોલીસે ગણતરીના કલાકોમાં શોધી આપતા ગદગદ થઈ આભાર માન્યો

જન્માષ્ટમી પર દ્વારકા આવેલા અમેરિકન કૃષ્ણ ભક્તનું પર્સ અને મોબાઈલ ગુમ થયા હતા. દ્વારકા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં તેમનો સામાન શોધી પરત કર્યો, જેનાથી ભક્ત ગુજરાત પોલીસથી પ્રભાવિત થયો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 06 Sep 2026 05:33 PM (IST)Updated: Sun, 06 Sep 2026 05:33 PM (IST)
devotee-lost-wallet-in-dwarka-gujarat-police-finds-it-in-1-hour-viral-video-details

Dwarka News: બે દિવસ પહેલા જન્માષ્ટમીના અવસરે દેશ-વિદેશથી ભક્તો ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ માટે ગુજરાતના દ્વારકા સ્થિત જગત મંદિરમાં ઉમટી પડ્યા હતા. આ દરમિયાન ભીડમાં એક વિદેશી કૃષ્ણ ભક્તનું પર્સ અને મોબાઈલ ગુમ થયા બાદ અમેરિકાથી આવેલ આ કૃષ્ણ ભક્ત ગુજરાત પોલીસ પર ઓળગોળ થઈ ગયો છે.

હકીકતમાં જન્માષ્ટમી માણવા માટે અમેરિકાથી આવેલ ભક્ત દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરવા માટે પહોંચ્યો હતો. જો કે મંદિર પરિસરમાં જ તેનું મોબાઈલ અને પર્સ ગુમ થઈ ગયું હતુ. પારકા દેશમાં પોતાનો ફોન અને પર્સ ગુમ થઈ જવાથી અમેરિકન શખ્સ મુંઝવણમાં મૂકાઈ ગયો હતો અને તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

BSNLનો ધમાકોઃ 30 દિવસ સુધી દરરોજ 3 GB ડેટા એક્સેસ સાથે અનલિમિટેડ કૉલિંગની સુવિધા આપતો સુપરહિટ પ્લાન

જે બાદ હરકતમાં આવેલી દ્વારકા પોલીસે તાત્કાલિક એક્શન લઈને વિદેશી નાગરિકનો ફોન અને પર્સ શોધી કાઢ્યા હતા. આટલું જ નહીં, પોલીસે હોટલમાં જઈને વિદેશી નાગરિકને તેનો ગુમ સામાન પરત કર્યો હતો.

જ્યારે વિદેશી નાગરિકે પોતાનું પર્સ ખોલીને જોયું, તો તેમાં કેશ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો હતો અને અંગ્રેજીમાં માત્ર એટલું જ બોલ્યો કે, કશું જ ગયું નથી. અમેરિકન પ્રવાસી ગુજરાત પોલીસની તત્પરતા અને સેવાભાવથી પ્રભાવિત થઈ ગયો અને તેણે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.


આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં અમેરિકન શખ્સ ભારતીય પરંપરાગત પોષાકમાં જોવા મળી રહ્યો છે. તેમજ તેના હાથમાં તેનો ગુમ થયેલો સામાન છે, જેને પોલીસ પરત આપી રહી છે.

પોતાનો ગુમ સામાન પરત મેળવીને વિદેશી નાગરિકના ચહેરા પર ખુશી સ્પષ્ટ જોઈ શકાય છે. તે પોલીસ અધિકારીનો આભાર માનીને તેમની સાથે હાથ મીલાવે છે. આ ઘટનાનો વીડિયો દ્વારકા પોલીસે પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો છે.