Devbhumi Dwarka: યાત્રાધામ દ્વારકાના જગત મંદિરમાં આજે વર્ષ 2025ના છેલ્લા દિવસે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. દેશના સુપ્રસિદ્ધ ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી આજે ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ લેવા માટે દ્વારકા પહોંચ્યા હતા.

પરિવાર સાથે દર્શન અને પૂજન
મુકેશ અંબાણીની સાથે તેમના પુત્ર અનંત અંબાણી અને પુત્રવધૂ રાધિકા મર્ચન્ટ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અંબાણી પરિવારે કાળિયા ઠાકોરના ભાવપૂર્વક દર્શન કર્યા હતા અને મંદિરના ગર્ભગૃહમાં વિધિવત રીતે પાદુકા પૂજન કરી ધન્યતા અનુભવી હતી.

વર્ષ 2025ના આખરી દિવસે અંબાણી પરિવાર દ્વારકાધીશના શરણમાં પહોંચતા ભગવાનના દર્શન કરવા માટે આવેલા અન્ય ભક્તો પણ તેમને જોવા ઉમટી પડ્યા હતા. ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે પરિવારે શાંતિપૂર્વક ભગવાનના દર્શન કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, અંબાણી પરિવાર અવારનવાર દ્વારકાધીશના દર્શનાર્થે આવતો રહે છે

