દેવભૂમિ દ્વારકાના ખીરસરામાં ખેડૂતોનું મહાસંમેલન: દેવામાફી નહીં તો 2222 ગાડીઓ સાથે ગાંધીનગર કૂચની ચીમકી

દેવભૂમિ દ્વારકાના ખીરસરામાં ગુજરાત કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા વિશાળ ખેડૂત મહાસંમેલન યોજાયું.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 13 Nov 2026 08:25 AM (IST)Updated: Fri, 13 Nov 2026 08:25 AM (IST)
devbhumi-dwarka-khirsara-khedut-mahasammelan-loan-waiver-protest-gandhinagar-march

Devbhumi Dwarka News: રાજ્યના ખેડૂતોના વિવિધ પડતર પ્રશ્નો અને માંગણીઓને વાચા આપવા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખીરસરા ગામ ખાતે ખેડૂતોનું એક વિશાળ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા આયોજિત અને કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ યોજાયેલી આ મહાસભામાં દેવભૂમિ દ્વારકા સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી પણ મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટ્યા હતા.

જમીન માપણીને લઈને ખેડૂતોમાં આક્રોશ

ખેડૂત મહાસંમેલનમાં ઉપસ્થિત ખેડૂતો અને આગેવાનોએ રાજ્યમાં થયેલી જમીન માપણીના છબરડા અંગે ભારે નારાજગી વ્યક્ત કરી હતી.જેમાં જમીન માપણીની ભૂલોને કારણે ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ ઉપરાંત ખેતરોમાંથી પસાર થતી વીજલાઈનમાં ખેડૂતોને ચાર ગણું વળતર મળી રહે તેવી ઉગ્ર માંગણી ઉઠાવવામાં આવી છે. સંમેલનમાં સંબોધતા ગુજરાત કોંગ્રેસના આગેવાનોના દાવા મુજબ, રાજ્યના 100થી વધુ તાલુકાઓમાં દુષ્કાળ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. ઉપરાંત સભામાં ઉપસ્થિત ખેડૂતોએ પૂરતી સહાય ન મળતી હોવાનો આક્ષેપ કર્યો હતો.

સભામાં ખેડૂતોની મુખ્ય માંગણીઓ

તાત્કાલિક અસરથી ખેડૂતોએ મહાસંમેલનમાં સંપૂર્ણ દેવામાફી, ઘાસચારાની વ્યસ્થા, પાક ધિરાણ, વળતર અને માપણી સુધારણા અંગેની માંગ મૂકી હતી. તેની સાથે જ કિસાન સંઘર્ષ સમિતિ અને ગુજરાત કિસાન કોંગ્રેસના આગેવાનોએ ચીમકી ઉચ્ચારી કે, જો ખેડૂતોની માગોને વહેલી તકે નિવારવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવાશે. તેમજ તેવી પણ જાહેરાત કરાઈ કે, આગામી સમયમાં 2222 ફોર વ્હીલ વાહનના કાફલા સાથે ગાંધીનગર તરફ કૂચ કરાશે