Devbhoomi Dwarka News: ભાણવડ તાલુકાના વર્તુ- 2 ડેમના 10 દરવાજા ખોલાયા, 14 ગામને એલર્ટ કરાયા, 3 રસ્તાઓ બંધ

By: Gujarati JagranEdited By:Gujarati JagranPublish Date: Tue, 27 Aug 2024 01:40 PM (IST)Updated: Tue, 27 Aug 2024 01:40 PM (IST)
devbhoomi-dwarka-rain-news-bhanvad-vartu-2-dam-10-gates-opened-14-villages-on-alert

Devbhoomi Dwarka Rain News: દેવભૂમિ દ્વારકા જિલ્લાના તેમજ પોરબંદર જિલ્લાના 14 ગામોના લોકોને નદીના પટમાં અવર જવર નહિ કરવા તેમજ સલામત સ્થળે રહેવા સાવચેત કરાયા છે. ત્રણ રસ્તાઓ બંધ કરાયા છે.

હવામાન વિભાગની રાજયમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં ભેનકવડ ગામ પાસે આવેલા વર્તુ -2 ડેમમાં ઉપવાસમાં પાણીની આવક ચાલુ હોય ડેમના 10 દરવાજા 3 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે.

વર્તુ -2 ડેમના 10 દરવાજા ખોલવામાં આવતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ઝારેરા, કલ્યાણપુર તાલુકાના રાણપરડા, ગોરાણા, ગાંધવી (હર્ષદ), રાવલ ગામને તેમજ પોરબંદર તાલુકાના ઇશ્વરિયા, ભોમિયાવદર, પારાવાડા, સોઢાણા, ફટાણા, મોરાણા, મિયાણી અને શિંગળા ગામના લોકોને નદીના પટમાં અવર જવર નહિ કરવા તેમજ સલામત સ્થળે રહેવા સાવચેત કરવામાં આવ્યા છે.

ભારે વરસાદની સ્થિતિને પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના 3 રસ્તાઓ બંધ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદના પગલે તમામ નદી નાળાઓ છલકાયા છે. દેવભૂમિ દ્વારકા માર્ગ અને મકાન વિભાગ હસ્તકના ૩ રસ્તાઓ હાલ બંધ છે.

માર્ગ અને મકાન વિભાગના અહેવાલ પ્રમાણે ઓવર ટોપિંગ થવાના કારણે ખંભાળિયા તાલુકાના સલાયા ગોઇંજ રેકલેમેસન રોડ, બેહ બારા રોડ તેમજ ભાણવડ તાલુકાના ભવનેશ્વર ઝારેરા રોડ બંધ છે. લોકોને બિન જરૂરી મુસાફરી ટાળવા તેમજ સલામત સ્થળે રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

આજનો વરસાદ
આજના વરસાદની વાત કરીએ તો આજે સવારના 6 થી 12 વાગ્યા સુધીમાં કલ્યાણપુરમાં 5 ઈંચ, ખંભાળિયામાં 4 ઈંચ, દ્વારકામાં પોણા ચાર ઈંચ, ભાણવડમાં સવા ત્રણ ઈંચ વરસાદ પડી ગયો છે.